જામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાઈસન્સ મેળવ્યા
જામનગર તાલુકા સિક્કા સચાણાં, બેડી સહિત ના ગામ ના બોટ સંચાલકો એ પોતાની જૂની બોટ ના બોગસ દસ્તાવેજ બનાવી નવી તરીકે દર્શાવી તેના આધારે ફિશરીઝ વિભાગ માંથી લાયસન્સ મેળવ્યા હતા, આ અંગે 34 શખ્સો સામે એસઓજી પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ની એસ ઓ જી શાખા પો.સબ.ઇન્સ. એસ પી ગોહિલ એ પોલીસ માં જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે 30 બોટ માલિકો એ પોતાનો આર્થિક લાભ મેળવવા માટે વર્ષ 2017 થી સને 2023 સુધીના સમય ગાળા દરમીયાન સુધીના કોઈપણ સમયે ગુન્હાહિત કાવતરું રચીને અન્ય બે આરોપી ઓ મારફત જુની ફિશીંગ બોટ ના રજીસ્ટ્રી સર્ટીફીકેટ(કોલ) ના હોય તેવી ફિશીંગ બોટ ના નવી ખરીદ કરેલ ના ખોટા બીલ એક શખ્સ પાસે થી મંગાવી બાદમાં જુની ફિશીંગ બોટ ના રજીસ્ટ્રી સર્ટીફીકેટ(કોલ) ના હોય તેવી ફિશીંગ બોટના નવી ખરીદ કરેલના ખોટા બીલ મંગાવી બોટ માલીકો સાથે રહી ફિશીંગ બોટને સુધારા વધારા દર્શાવી ફીશરીઝ વિભાગ જામનગર માંથી ઓનલાઇન સબમિશન કરી જુની ફિશીંગ બોટ ને નવી બનેલ બોટ દર્શાવી કુલ 30 રજીસ્ટ્રી સર્ટીફીકેટ (કોલ) તથા બોટ નું લાઇસન્સ મેળવી લીધા હતા.
તા.18/02/2017 થી તા.17/09/2023 સુધીના સમય ગાળા દરમીયાન બેડી, રસુલનગર, સચાણા, સિક્કા ના દરીયા કીનારા ની બોટ માટે આ ગેરકાયદે પ્રવૃતિ આચરવામાં આવી હતી. જે 30 બોટ માં હાજી ઇબ્રાહીમ ભાયા, જફર ઈસા ભગદ, રેલીયા બીલાલ દીનામામદ , અબ્દુલ સલીમ કકલ , ઈકબાલ અબ્દુલ મોડા, હમીદ આમદ ગંઢાર, સંઘાર સલીમ ઈસ્માઈલ , અબ્બાસ હારુન સોઢા, હાજી નુંરનામાદ સોઢા, અખ્તર સુલેમાન લોન્દ્રા , અલી ઈસ્માઈલ ઈસ્માઈલ , કકલ, આમદ સાલેમામદ બારોયા , અહેમદ કાંસમ જખારા , સુલેમાન ગુલામહુસેન સાયચા , જફર અનાવર ભાયાણી , ગજણ અકબર જુસબ, સંઘાર અકબર ઇસ્માઈલ , અકબર મામદ હામીરાની, મુસા જાકુબ કકલ , સોઢા મુમતાજ અહેમુદ , મુબારક ઈકબાલ સંઘાર , અલ્તાફ અહમદ કકલ , કાસમ મુસા સુભણીયા , ઓસમાણ એલીયાસ સુભણીયા, બીલાલ તાલબ કકલ , સલીમ ગની ગંઢાર , સલીમ મામદ ગંઢાર , સાજીદ સબીર સોઢા , હુંદડા ઇકબાલ દાઉદ અને બારોયા અયુબ ઓસમાણ નો સમાવેશ થાય છે .જયારે અનવર અજીજભાઇ ગાધ , ઇસાક ઇબ્રાહીમ હુંદળા અને અખ્તર ઇબ્રાહીમભાઇ માણેક એ આ દસ્તાવેજો તરૂૂણભાઇ સવાઇલાલ રાજપુરા ( ભાવનગર) પાસે થી તૈયાર કરાવ્યા હતા. આ બનાવ અંગે એસઓજી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ પી ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
