અંબાજી મેળામાં 5 દિવસમાં 30 લાખ ભાવિકોએ દર્શન કર્યા
546 ધ્વજારોહણ, રૂા.42,62,436નું દાન, સેવા કેમ્પો હજુ ધમધમતા
આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળામાં ભાગ લેવા અંબાજી ધામ તરફ લાખો ભક્તોનો પ્રવાહ સતત આવી રહ્યો છે. મેળાના પાંચમાં દિવસે 7.57 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા જગદંબાના મંદિરે પહોંચી માનાં દર્શન કરી ધન્ય બન્યા હતા. પાંચ દિવસમાં કુલ 30 લાખથી વધુ માઈભક્તોએ માતાજીનાં દર્શન કરીને ધન્ય બન્યા છે. તો કેટલાક ભક્તોએ ગબ્બર ઉપર જઈને માની જ્યોતનાં દર્શન કરી પોતાની ટેક પૂરી કરી હતી.
ભક્તોનાના આ ઘોડાપુરથી સમગ્ર અંબાજી ભક્તિમય વાતાવરણમાં રંગાયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
દાંતા-અંબાજી કે જ્યાં અરવલ્લીની ગીરામાળાઓ આવેલી છે ત્યાં મા અંબાના ગરબા અને બોલ માડી અંબે... જ્ય અંબે... , અંબાજી દૂર હૈ... જાના જરૂૂર હૈ ના જયઘોષ સાથે સમગ્ર અરવલ્લીની ગીરીકંદરાઓ ગુંજી ઉઠી હતી. શ્રદ્ધાળુઓના ઘોડાપુરને લઇને તંત્ર દ્વારા મેળાની વ્યવસ્થા સુચારૂૂ રૂૂપ ચાલતી રહે તેમજ ક્યાંય અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે થઈને સતત ક્ધટ્રોલ રૂૂમથી સૂચનાઓ અને માહિતી આપી રહ્યાં છે. અંબાજી તરફના માર્ગમાં હજુ પણ પગપાળા યાત્રિકો જોવા મળી રહ્યાં છે. જેને લઇને સેવા કેમ્પો દ્વારા તેમની સેવા અર્થે રાત-દિવસ ખડે પડે સેવા આપી રહ્યા છે, સાથે સાથે વાહનોનું ટ્રાફિકનું ક્ધટ્રોલિંગ પણ કરી રહ્યા છે.
મહામેળાના પાંચમાં દિવસે 7.57 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યાં હતાં. જ્યારે 546 ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. રૂૂ.42,62,436ની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને ભંડાર, ગાદી, 5000 ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક થઇ હતી. જ્યારે માતાજીના ભક્તો દ્વારા 18.137 ગ્રામ સોનું અર્પણ કરવામાં આવ્યું હતું. પાંચ દિવસમાં કુલ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા જગદંબેના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂક્યા છે.
જય જલિયાણ કેમ્પમાં સુંદર મામાનો જયઅંબેનો નાદ કર્યો
રતનપુર દાંતા ખાતે છેલ્લા 18 વર્ષથી માઈભક્તોની સેવા માટે યોજાતા જય જલિયાણ સેવા કેમ્પમાં ત્રીજા દિવસે મોડી રાત્રે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા પહોંચ્યા હતા. તેમણે ભક્તોને ભોજન પિરસવાની સાથે સાથે પોતાની આગવી શૈલીમાં મનોરંજન પિરસ્યું હતું. આયોજક હિતેશભાઈ ઠક્કર સહિતને શુભેચ્છા આપી હતી. માં અંબા આ કાર્ય માટે તેમને શક્તિ આપે તેમ કહ્યું હતું. અંબાજી જતા પદયાત્રીકોને યાત્રા સુખ શાન્તી પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સુંદર મામાએ લોકોને પૂછ્યું કે, તમને કોણ ગમે તો એક કાકાએ બબીતાજી કહેતાં લોકો હસ્યા હતા.