ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાલિતાણા નજીક બંધ ડમ્પર પાછળ બાઈક ઘુસી જતાં 3 યુવાનના મોત

06:07 PM Apr 11, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બાઈક રોડ ઉપર પડેલા ડમ્પર સાથે અથડાતા બાઈક પર જતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે. અકસ્માતની પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણાથી થોરાળી ગામ તરફ પોતાનું બાઈક લઈ જઈ રહેલા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા લઈને જઈ રહ્યા હતા તે સમયે ભીલવાડા વિસ્તાર નજીક રોડ ઉપર પાર્ક કરેલા ડમ્પર સાથે બાઈક ધડાકા ભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા બે વ્યક્તિને વધુ સારવાર માટે ભાવનગરની સરકારી સર. ટી .હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં દીપકભાઈ શામજીભાઈ વાઘેલા નું અને રાહુલભાઈ વાઘેલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજતાં મૃત્યુ આંક ત્રણ થયો હતો. અકસ્માતની જાણ થતા જ પાલીતાણા પોલીસનો કાફલો બનાવતા સ્થળે દોડી ગયો હતો અને ગંભીર રીતે બીજા પામેલ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
accidentdeathgujaratgujarat newsPalitana
Advertisement
Next Article
Advertisement