રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલમાં નર્સ ઉપર હુમલાના બનાવમાં બેદરકારી દાખવનાર 3 સુપરવાઈઝર-3 ગાર્ડ સસ્પેન્ડ

05:32 PM Dec 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ચાર દિવસ પૂર્વે બનેલા બનાવમાં તબીબી અધિક્ષકને કરેલી રજૂઆત બાદ બે નિવૃત આર્મીમેન, ત્રણ સુપરવાઈઝર અને એક ગાર્ડ સામે લેવાયેલા પગલા

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે ચાર દિવસ પૂર્વે વોર્ડ નં. 10માં નર્સ ઉપર થયેલા હુમલાના બનાવમાં તબીબી અધિક્ષકે આ મામલે સિક્યોરીટી એજન્સીને કરેલી તાકીદને પગલે ત્રણ સુપરવાઈઝર, બે એક્સ આર્મીમેન અને એક ગાર્ડને સસ્પેન્ડ કરી કપાત પગારે તેમને સજા કરવામાં આવી છે. અને ભવિષ્યમાં આવાબનાવો ન બને તે માટે ધ્યાન રાખવા સુચના આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં બનેલા આ બનાવના ઘેરા પડઘાઓ પડ્યા હતાં.

મળતી વિગતો મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા. 3 ડિસેમ્બરના રોજ વોર્ડ નં. 10માં નર્સ સાથે માથાકુટ કરી અબ્બાસ હારુન અને દિપાંકર નામના શખ્સે મહિલા નર્સ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તબીબો અને કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી જેના પર છે અને દર વર્ષે સુરક્ષા માટે હોસ્પિટલ કરોડો રૂપિયા ચુકવે છે. તે સિક્યોરીટી એજન્સીની બેદરકારી સામે આવી હતી.

સિક્યોરીટી સ્ટાફની હાજરીમાં થયેલા હુમલા અંગે સ્ટાફે તબીબી અધિક્ષકની રજૂઆત કરી હતી. જેને લઈને તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડિયાએ સિક્યોરીટી એજન્સીને ઠપકો આપી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.

તબીબી અધિક્ષકના આકરા વલણને પગલે સિક્યોરીટી એજન્સીના બે એક્સ આર્મીમેન, એક સિક્યોરીટી ગાર્ડ અને ત્રણ સુપરવાીઝરની આ મામલે બેદરકારી સામે આવતા તેમની સામે સસ્પેન્શનના પગલા ભરવામાં આવ્યા છે. જેમા ંબે નિવૃત આર્મીમેન કપાત પગાર સાથે પાંચ દિવસ માટે સિક્યોરીટી ગાર્ડને 10 દિવસ માટે અને ત્રણ સુપરવાઈઝરને બે દિવસ માટે કપાત પગારે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

Tags :
attackCivil Hospitalgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement