થાનગઢમાં 15 દિવસમાં 3 સિલિકોશિશના દર્દીઓના મોત; 75થી વધુની સારવાર ચાલુ
થાનગઢ મા ધમધમતા સીરામીક ઉદ્યોગ ના કારખાના માં કામ કરતા કામદારો સિલિકોશિશ ના દર્દી બની મોત ને ભેટી રહ્યા છે હાલ માં છેલ્લા 15 દિવશ માં 3 સિલિકોશિશ ના દર્દી ના મોત નીપજ્યા છે જયારે આ તમામ લોકો ઈએસઆઈ કાયદા હેઠળ લાભ મળવો જોઈએ જે તેમનો ફાળો કાપવા માં ના આવતો હોવાથી તેમને વળતર નથી મળી રહ્યું જયારે આજે આ મુર્ત્યું પામેલ કામદાર ના પરિવાર નું પોષણ હવે કેમ થશે એમના બાળકો નું ભવિષ્ય શુ? થાનમા આજે પણ 75 કરતાં વધુ સીલીકોસીસ દર્દીઓ છે પંદર દિવશ માં મુર્ત્યું પામેલ ત્રણ કામદાર સીવાય બીજા એકાવન જેટલાના મોત નીપજ્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના 1999ના અંદાજ મુજબ, ભારતમાં લગભગ 30 લાખ કામદારો સીલીકોસીસના જોખમનો સામનો કરી રહ્યા હતા . સીલીકોસીસ અટકાવવા માટે ફેક્ટરી એક્ટમાં ઘણી જોગવાઇઓ કરવામાં આવી છે પણ આ ખાતામાં ઇંસ્પેક્ટરોની અનેક જગ્યાઓ ખાલી છે, ઇંડેસ્ટ્રીયલ હાયજીન તો સાવ નામનું રહ્યું છે ત્યાં નથી કોઇ અધીકારી કે નથી કોઇ ટેકનીશીયન, તેમણે કારખાનામાં જઇ હવાના નમુના લઇ તેમા સીલીકાની ધુળનું પ્રમાણ કેટલું છે તેનું નિયંત્રણ કરવાનું હોય પણ આ ખાતામાં કોઈ કાર્યવહી કરવા મા આવતી નથી તે કમનસીબી છે. તે કારણે આ રોગને અટકાવવાનું કામ અસરકારકપણે થતું નથી આવા મૃત્યુઓની પુનરાવૃત્તિ રોકવા માટે વ્યવસાયિક આરોગ્ય નિયમોનો કડક અમલ , ESI યોગદાનનું પાલન , અને ધૂળ નિયંત્રણ પ્રણાલીઓની સ્થાપના જરૂૂરી છે. સરકારે કામદારોની સુરક્ષા માટે નિયમિત આરોગ્ય તપાસ, વહેલું નિદાન અને પીડિત કામદારો તેમજ તેમના પરિવારોને વળતરની વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ. જાહેર અભિયાન અને નોકરીદાતાઓ તેમજ કામદારો માટે તાલીમ કાર્યક્રમો પણ આવશ્યક છે તો આ સિલિકોશિશ ને પર કાબુ મેળવી શકાશે અને કામદાર ના ઘર પરિવાર ઉજડતા બચાવી શકાશે.
