રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાંથી સરખા નંબરવાળી 3 ખાનગી બસ ઝડપાઇ

12:05 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

ભાવનગરમાં નવું એક કૌભાંડ બહાર આવ્યું છે. સરકારને ટેક્સ નહીં ભરવાના ઇરાદે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડવાનું કૌભાંડ ઝડપી લઇ એલસીબી પોલીસે એક જ નંબરની ત્રણ બસ ઝડપી લઇ બે શખ્સો ની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળેલ કે પાલીતાણા, ઘેટી રોડ ઉપર તથા શિહોર,સિધ્ધી વિનાયક હોટલની બાજુમાં ગેરેજના પાર્કીંગમાં તથા ભાવનગર, નવાપરા, લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં રજી નં.એઆર-06-બી-6732ની એક જ નંબરવાળી કુલ-3 બસો પડેલ છે.જે માહિતી આધારે ત્રણેય બસો ભાવનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે લાવી ખરાઇ કરતાં પાલીતાણા, શિહોર તથા ભાવનગરની ત્રણેય બસોમાં એક જ રજી. નંબર-અછ-06-ઇ-6732ની પ્લેટ લગાડી ઉપયોગ થતો હોવાનું જણાય આવેલ. આ ત્રણેય બસોના એન્જીન નંબર-ચેસીઝ નંબર તથા રજી. કાગળોથી ખરાઇ કરતાં શિહોર ખાતેથી લાવવામાં આવેલ આશાપુરા ટ્રાવેલ્સની બસના અસલ રજી. નંબર-અછ-06-ઇ-6732 હોવાનું જણાય આવેલ.જયારે પાલીતાણા ખાતેથી લાવેલ દિલાવર ટ્રાવેલ્સ તથા ભાવનગરની લીંમડા ટ્રાવેલ્સની બસમાં ખોટી રજી.નંબર પ્લેટ તથા ખોટા કાગળો રાખી ટેકસ બચાવવાના ઇરાદાથી બસનો ઉપયોગ કરતાં હોવાનું જણાય આવેલ.જેથી આ દિલાવર ટ્રાવેલ્સ તથા લીંમડા ટ્રાવેલ્સની બસના માલિક તથા કબ્જે ભોગવટેદાર વિરૂૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

પોલીસે શબ્બીરભાઇ રજાકભાઇ મહેતર ઉ.વ.43 ધંધો-ટ્રાવેલ્સનો રહે. પ્લોટ નંબર-1/એ, હરિયાળા પ્લોટ,નવી માણેકવાડી, ભાવનગર તથા જયરાજભાઇ બોઘાજીભાઇ ચૌહાણ ઉ.વ.39 ધંધો-ટ્રાવેલ્સનો રહે. પ્લોટ નંબર-199/સી, ખાડિયા ચોક, દાદાની વાવ પાસે,સિહોર જી.ભાવનગર ને ઝડપી લીધી લીધા છે. પોલીસે આ બંને શખ્સો પાસેથી અશોક લેલન્ડ કંપનીની આછા ભુરા-વાદળી કલરની આગળ-પાછળ રજી.નં.અછ-06-ઇ-6732 ચેચીસ નંબર-ખઇ1ઙઇઊ ઢઈ9ઉટઊક3647 વાળી સ્લીપર કોચ પેસેન્જર બસ કિ. 10,00,000 તથા અશોક લેલન્ડ કંપનીની સફેદ-પીળા કલરની આગળ-પાછળ રજી.નં.અછ-06-ઇ-6732 ચેચીસ નંબર- ખઇ1ઙછઊઇંઉ0ઉંઅડઉં9384 વાળી સ્લીપર કોચ પેસેન્જર બસ કિ.રૂૂ.10,00,000/-તેમજ ઉપરોકત બંને બસના આર.ટી.ઓ.ને લગત કાગળોની ફાઇલ-2 મળી કુલ રૂૂ.20,00,000/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

પોલીસે ઝડપી લીધેલ જયરાજભાઇ ચૌહાણે પોતાની માલિકીની બસની અસલ રજી.નંબર પ્લેટ તથા કાગળોની નકલોવાળી ફાઇલ પાલીતાણા, દિલાવર ટ્રાવેલ્સ તથા ભાવનગર,લીંમડા ટ્રાવેલ્સની બસના માલિક/કબ્જેદારને આપેલ.જે ત્રણેય જણાંએ ગુન્હાહિત કાવતરૂૂ રચી સરકારશ્રીને ત્રણ બસનો ભરવાના થતા માસિક ટેકસના બદલામાં માત્ર એક જ બસનો ટેકસ ચુકવી એક જ અસલ રજી.નંબર ઉપર ત્રણ બસો ચલાવી ગુન્હો કરેલ છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newssame number bus
Advertisement
Next Article
Advertisement