વરસાદથી રાજકોટ જિલ્લામાં 3 માણસો, 26 પશુઓનાં મોત
માનવ મૃત્યુમાં ચાર લાખ, પશુઓમાં 4થી 38500 સુધીની સહાય ચૂકવાઇ
રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 210 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે, અને દુર્ભાગ્યવશ, અત્યાર સુધીમાં ત્રણ માનવમૃત્યુ નોંધાયા છે, જ્યારે 26 જેટલા પશુઓના મોત થયા છે.
માનવમૃત્યુના કિસ્સાઓમાં રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા દુલાભાઈ બારીયા (ઉંમર 43 વર્ષ), તેમજ કિંજલબેન ધંધાણીયા (ઉંમર 4 વર્ષ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગઈકાલે ઉપલેટામાં મકાન પડવાથી ભાનુબેન મકવાણા નામના મહિલાનું પણ મોત નીપજ્યું છે. રાજ્ય સરકારની યોજના અંતર્ગત મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવણીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. ઘેટા-બકરા 4 હજાર ,દુધાળા પશુઓ માટે: 38,500બિન-દુધાળા પશુઓ માટે 32,000 નાના પશુઓના મૃત્યુ કેસમાં 20,000 માનવ મૃત્યુના કેસમાંચાર લાખ ની સહાય ચૂકવવામાં કરવામાં આવી છે.