રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણના વેપારીને બળાત્કારના ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપી 3 લાખ પડાવી લીધા

12:07 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ જિલ્લામાં હનીટ્રેપના બનાવો વધી રહ્યાં છે ત્યારે 15 દિવસ પહેલા સોશ્યલ મીડિયા થકી મહિલાના પરિચયમાં આવેલા જસદણનાં વેપારીને મહિલાને રાજકોટ સુધી લીફટ આપ્યા બાદ રસ્તામાં કારમાં આવેલા ચાર શખ્સોએ વેપારીને માર મારી બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી આંગડીયા મારફતે ત્રણ લાખ મંગાવી પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલા સહિતના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં ચિતલીયાકૂવા રોડ પર આદ્યાશક્તિ રોડ પર રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં તુલસી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં વેપારી કલ્પેશભાઈ જયંતિભાઈ કાનાણી (ઉ.38) નામના પટેલ યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે એક મહિલા અને બીજા ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 27-2-2024નાં ફરિયાદી જસદણનાં લાતી પ્લોટ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં હતાં ત્યારે તેમના મોબાઈલમાં સોશ્યલ મીડિયા પર ‘હાય’નો મેસેજ આવ્યો હતો જેનો ફરિયાદીએ ‘હાય’ લખી રિપ્લાય આપ્યો હતો. બાદમાં કેમ છો તેમ કહેલ આ વખતે ફરિયાદીએ મેસેજ કરનાર યુવતીએ પોતાની ઓળખ કાજલ પાનસુરીયા તરીકે આપી હતી. વેપારીએ ફેક આઈડી હોવાનું કહેતા યુવતીએ વિડિયો કોલ કર્યો હતો.

ત્યારબાદ બીજા દિવસે ફરી વેપારીને વોટસએપમાં ગુડ મોર્નિંગનો મેસેજ આવ્યો હતો અને બપોરે દોઢેક વાગ્યે વેપારી કામસર રાજકોટ જવાના હોય તેઓ જવાબ આપતાં યુવતીએ હું બોટાદથી નીકળું છું મને રાજકોટ લેતા જાઉ તેવી વાત કરી હતી. ત્યારબાદ જસદણ જુના બસ સ્ટેશન પાસે વેપારી યુવતી અને તેની સાથે રહેલા એક બાળકને પોતાની કારમાં બેસાડી રાજકોટ જવા નીકળ્યા હતાં.
ત્રંબા નજીક વેપારીની કાર પહોંચી ત્યારે પાછળથી કારમાં આવેલા ચાર શખ્સોએ વેપારીને રોકી આ મહિલા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલ છે અને તું ફેરવે છે તેમ કહી ચારેય શખ્સોએ વેપારીને માર મારવા લાગ્યા હતાં અને બાદમાં તેણે તેની જ ગાડીમાં પાછળની સીટ પર બેસાડી ત્રણ શખ્સો રાજકોટ તરફ લઈ ગયા હતાં. રસ્તામાં ‘જો તારે જેલમાં જવું ન હોય તો પાંચ લાખ આપી દે નહીંતર બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેશું’ તેવી ધમકી આપી હતી.

સમાજમાં આબરૂ ધરાવતાં અને વેપાર ધંધો કરતાં વેપારીએ આબરૂ જવાની બીકે ત્રણ લાખ રૂપિયા આપવાની હા પાડી દીધી હતી અને મિત્ર પાસે 3 લાખ રૂપિયા રાજકોટ આંગળીયા મારફત મંગાવી વેપારીએ ત્રણ લાખ આરોપીઓને આપી દીધા હતાં. બાદમાં આ બનાવ અંગે ભાઈ સાથે વાતચીત કર્યા બાદ ગઈકાલે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના અંગે જસદણ પોલીસે પૂર્વયોજિત કાવતરું રચી વેપારી પાસેથી બળજબરીથી ત્રણ લાખ પડાવી લીવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ પીઆઈ ટી.બી.જાની સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે અને સીસીટીવી ફુટેજના આધારે મહિલા સહિતના પાંચેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsJasdanrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement