ધોરાજીમાં 3, ઉપલેટામાં સવા બે, પડધરી-જામકંડોરણામાં દોઢ ઇંચ
રાજકોટ જિલ્લામાં સચરાચર વરસાદથી આજી-2 ડેમનો દરવાજો ખોલાયો
રાજકોટ જિલ્લામાં આજે સવાર 6થી 10 કલાક સુધીમાં લઈને 30 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 134.45 મિમિ વરસાદ વરસ્યો છે.
રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂૂમની યાદીમાં જણાવાયા પ્રમાણે, પડધરી તાલુકામાં સવારે 10 કલાક સુધીમાં 36 મિમિ, રાજકોટમાં 17 મિમિ, લોધિકામાં 08 મિમિ, કોટડા સાંગાણીમાં 22 મિમિ, જસદણમાં 16 મિમિ, ગોંડલમાં 17 મિમિ, જામ કંડોરણામાં 35 મિમિ, ઉપલેટામાં 57 મિમિ, ધોરાજીમાં 75 મિમિ, જેતપુરમાં 31 મિમિ તથા વિંછિયામાં 16 મિમિ વરસાદ વરસ્યો છે.
જ્યારે જિલ્લાના 11 તાલુકામાં આજના દિવસ સુધીમાં કુલ મળીને 134.45 મિમિ વરસાદ વરસ્યો છે. જેમાં પડધરી તાલુકામાં 106 મિમિ, રાજકોટમાં 126 મિમિ, લોધિકામાં 109 મિમિ, કોટડા સાંગાણીમાં 132 મિમિ, જસદણમાં 81 મિમિ, ગોંડલમાં 158 મિમિ, જામ કંડોરણામાં 144 મિમિ, ઉપલેટામાં 137 મિમિ, ધોરાજીમાં 208 મિમિ, જેતપુરમાં 222 મિમિ તથા વિંછિયામાં 56 મિમિ વરસાદ વરસ્યો છે.
રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલો આજી-2 ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા 1 દરવાજો 0.15 મીટર સવારે 9.14 કલાકે ખોલવામાં આવ્યો છે. આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર તથા ઉકરડા ગામોના લોકોને નદી વિસ્તારમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે.
આ ડેમની હાલની સ્થિતિ ફુલ રિઝર્વિયર લેવલ 73.76 મીટર છે. જ્યારે લેવલ 72.5 મીટર છે. ઈનફ્લો 340 ક્યુસેક તથા આઉટ ફ્લો 339 ક્યુસેક છે, તેમ નાયબ કાર્યપાલક ઈજનેર-ક્વોલિટી કંટ્રોલ, સબ ડિવિઝન નંબર-1, રાજકોટની યાદીમાં જણાવાયું છે.