હોળી-ધુળેટીમાં જુગારના 3 દરોડા: 21 ઝડપાયા
- જૂના માર્કેટિંગ યાર્ડમાં, માલિયાસણ અને નાનામવા હરીદ્વાર હાઈટ્સના પાર્કિંગમાં પોલીસનું ત્રાટક
રાજકોટમાં હેળી-ધૂળેટી પર્વ પર પોલીસે જૂગારના ત્રણ દરોડા પાડી 21 ખેલીઓને પકડી રૂા. 2.28 લાખનો મુદ્દયામાલ જપ્ત કર્યો છે. પ્રથમ દરોડામાં નાનામવા મેઈન રોડ હરીદ્વાર હાઈટ્સમાં પાર્કિંગમાં ગોળ કુંડાળુ કરી જૂગાર રમતો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસના પીએસઆઈ પી.બી. ત્રાજીયા અને ક્રિપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ત્યાં દોડી જઈ જુગાર રમતા પ્રશાંત વિઠ્ઠલભાઈ વડિલીયા, માવજી ઘેલાણી, ભૌમિક ચતુર સોરઠિયા, ભાવેશ રમણીક કાલરિયા, જીગ્નેશ કાંતિભાઈ વાનાણી, ચંદ્રેશ પ્રવિણચંદ્ર મહેતા, બળવંત રજનીકાંત જીવરાજાની, નવનીત છગનભાઈ કાલરિયા, જયેશ માવજી વિરડિયા, મેહુલ અશોક વાછાણી, નારણ ભાલોડિયા અને જીતેન્દ્ર દેવરાજ સેખલિયાને પકડી લઈ તેની પાસેથી રોકડ રૂા. 1.44 લાખની રોકડ કબ્જે કરી હતી.
બીજા દરોડામાં માલિયાસણ ગામે ત્રી-મંદિર પાછળના ભાગે વાડી વિસ્તાર જવાના રસ્તા પર જુગાર રમતો હોવાની બાતમી મળતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ બી.વી. ભગોરા, જયપાલભાઈ બરાળિયા અને સ્ટાફે દરોડો પાડી જગદીશ જરસી બાવરીયા, ચતુર શિવા પલાળિયા, પ્રકાશ ધીરૂભાઈ કમેજરિયા, રાજુ બીજલ માટિયા, કાળુ જેડા ઝુલડા અને હિતેન્દ્ર દેવેન્દ્ર ચૌહાણને પકડી રૂા. 54,300ની રોકડ જપ્ત કરી હતી.
ત્રીજા જૂગારના દરોડામાં માર્કેટીંગ યાર્ડમાં પાર્કિંગની બાજુમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા બી ડિવિઝનના પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરીમાં હિતેશ જોગડી અને દેવુભા ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડીજુગાર રમતા સંજય મુકુંદ જોષી, અશોક કરશન માલકિયા અને વનરાજ પિનુ વારિયાને પકડી રોકડ અને બાઈક સહિત રૂા. 30,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.