કાલથી રાજ્યભરમાં 3 દિવસ શાળા પ્રવેશોત્સવ
મુખ્યમંત્રી, સિનિયર મંત્રીઓ સહિત 400 ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ જોડાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્મા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતિ આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન આગામી તા. 26 થી 28 જૂન દરમિયાન કરવામાં આવ્યું છે.
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. 26 મહીસાગર જિલ્લામા , તા. 27 ગાંધીનગર અને તા. 28 કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સિનિયર મંત્રી ઓ સહિત આશરે 400 જેટલા ઉચ્ચ અધિકારી ઓ-પદાધિકારી ઓ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
માહિતી આપતા પ્રવક્તા મંત્રી એ કહ્યું કે રાજ્યમા શાળા પ્રવેશોત્સવના સફળ અમલીકરણના પરિણામે શાળામાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ દર જે વર્ષ 2001-02માં ધોરણ-1 થી 5માં 20.50 ટકા અને ધોરણ-1 થી 8 માં 37.22 ટકા હતો તે શૈક્ષણિક વર્ષ 2023-24માં ક્રમશ: ધોરણ-1 થી 5માં 1.07 ટકા અને ધોરણ-1 થી 8માં 2.42 ટકા જેટલો નીચો લાવી શકાયો છે. તેમણે ઉમેર્યુ કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન બળકોને આંગણવાડી, બાલવાટિકા તથા ગત વર્ષે બાલવાટિકામાં પ્રવેશ ન મેળવેલ બાળકોને ધોરણ-1માં તેમજ ધોરણ-9માં અને ધોરણ-11માં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવશે. પ્રવેશોત્સવ દરમિયાન પદાધિકારી અને અધિકારી ઓ દ્વારા શાળા મુલાકાતના કાર્યક્રમની વિગતવાર રૂૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે દરેક દિવસે શાળાઓમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોને એક પ્રાથમિક અને બે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાળવણી કરવામાં આવી છે.
જો માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પુરતી સંખ્યામાં ના હોય તો તે જ તાલુકાની જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સની પસંદગી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.વધુમા તેમણે જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણક્ષેત્રે વર્ષ 2019-20થી ધોરણ-1માં અને વર્ષ 2023-24થી બાલવાટિકામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકની ઓળખ, ટ્રેકિંગ અને નામાંકન સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય વિભાગના જન્મ તથા રસીકરણના ડેટાને શિક્ષણ વિભાગની ચાઈલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ-CTS સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે આ ઉપરાંત Artificial Intelligence-AI ના ઉપયોગથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની શક્યતાના કિસ્સામાં તેવા બાળકો અને તેમના વાલીઓને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરીને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું અગત્યનું છે તેની સમજ પણ આપવામાં આવશે.
રાજય સ્વાગત કાર્યક્રમ 30 મીએ
ગુજરાતમા દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિતપણે યોજાતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમા રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 26 જૂનથી શનિવાર, 28 જૂન દરમિયાન રાજ્યભરમા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હોવાથી જૂન મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ હવે આગામી સોમવાર , તા. 30 જૂન, 2025 ના રોજ યોજાશે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા આ અંગે સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.