સોમનાથમાં આવતીકાલથી પ્રધાનો અને અધિકારીઓની 3 દી’ની ચિંતન શિબિર
ગીર સોમનાથ ખાતે આગામી તારીખ 21 ,22 ,23 ત્રણ દિવસ માટે ચિંતન શિબિર મળવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજ્યના તમામ અધિકારીઓ આ ચિંતન શિબિરમાં હાજર રહશે. અધિકારીઓ અને નેતાઓ પોત-પોતાના વિસ્તારના વિકાસના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવશે છે. તેમજ હાલ ચાલી રહેલાં વિકાસના કામો અંગે પણ ચિંતન શિબિરમાં ચર્ચાઓ કરવામાં આવશેજેમાં અધિકારીઓને પોતાના વિસ્તારોમાં થતા વિકાસ અંગેનો પ્રોજેક્ટ રજૂ કરવા આવશે. ત્યારે રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા ચિંતન શિબિરમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અંગેનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે જેમાં હાલ જે પ્રવાસન સ્થળો પર વિકાસની કામગીરી થઈ રહી છે તે તેમજ આગામી દિવસોમાં પ્રવાસન સ્થળો પર શું શું વિકાસ કરવામાં આવશે અને પ્રવાસીઓ વધારવા માટેનો શું પ્લાન છે સહિતનો પ્રોજેક્ટ રાજકોટ કલેકટર દ્વારા ચિંતન શિબિરમાં રજુ કરવામાં આવશે.
આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજ્યના તમામ અધિકારીઓ હાજર રહેશે. જેમાં અનેક મહત્વના મુદ્દા ઉપર થશે ચર્ચા ગાંધીનગર થી અધિકારીઓ સીધા જ અઝછ વિમાનમાં તમામ અધિકારીઓ જશે કેશોદ અને ત્યારબાદ સોમનાથ ખાતે પોહચે. 150 અધિકારીઓ માટે બે વખત અઝછ અમદાવાદ થી કેશોદના ચક્કર કાપશે. તમામ અધિકારીઓને 21 તારીખે બપોર સુધીમાં પહોંચી જવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.