બેડી યાર્ડમાં બે જ દિવસમાં 2000 વાહનમાં 3.32 લાખ મણ જણસી ઠલવાઈ
05:21 PM Mar 08, 2025 IST | Bhumika
જીરું, ધાણા, કપાસ, ઘઉં, મેથી, તુવેર, રાઇ-રાઇડાથી યાર્ડનું પટાંગણ ઊભરાયું
Advertisement
રવિ સિઝન શરૂ થતાં વિવિધ જણસીની મબલખ આવક યાર્ડમાં થઈ રહી છે. મોરબી રોડ પર બેડી માર્કેટીંગ યાર્ડમાં બે જ દિવસમાં 2000 વાહનમાં 3.32 લાખ મણ જણસી ઠલવાઈ છે.
રાજકોટ યાર્ડમાં આજે જીરૂ 52,500 મણ, તુવેર 7000 મણ, ઘંઉ 55000 મણ, કપાસ 9500 મણ, મેથી 6750 મણ અને રાય-રાયડાની 6000 મણ આવક થઈ હતી. 900 જેટલા વાહનોમાં આજે 1,36,250 મણ વિવિધ જણસી ઠલવાઈ હતી. મબલખ આવક થતાં યાર્ડના ચેરમેન સહિતના સતાધીશોએ હાજર રહી વાહનોને પ્રવેશ અપાઈ યાર્ડમાં ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Advertisement
હાલ ઘંઉની અને મસાલાની સિઝન શરૂ થવાની છે ત્યારે યાર્ડમાં બે દિવસમાં એક લાખ મણ ઘંઉની આવક થઈ છે. પરંતુ ભાવમાં ઘટાડો થતાં ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ત્યારે ધાણા અને જીરૂ પણ પુષ્કળ પ્રમાણમાં ઠલવાઈ રહ્યા છે.
Advertisement