મોટી પાનેલીમાં ભાઈની કેન્સરની સારવાર માટે રાખેલા 3.30 લાખ રોકડની ચોરી
ધોળા દિવસે માત્ર 4 કલાક બંધ રહેલા ખેડૂતના મકાનમાં થયેલી ચોરીમાં જાણભેદુની શંકા
ઉપલેટાના મોટી પાનેલી ગામે ભાઈની કેન્સર ની સારવારના ખર્ચ માટે ઘરમાં રાખેલી રૂૂ.3.30 લાખની રોકડ ઘર માંથી ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માત્ર ચાર કલાક બંધ રહેલા મકાનમાં ચોરીના બનાવમાં કોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ઉપલેટાના મોટી પાનેલી જુની પોસ્ટ ઓફીસ વાળી ગલીમાં રહેતા અને ખેતી કામ કરતા કીરણભાઈ ભીમજીભાઈ પાંચાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પાસે 7 વીઘા ખેતીની જમીન છે તેમાં ખેતીકામ તેમજ સીદસર રોડ ઉપર હરીયાસણ સીમમાં આવેલ સબંધી નીતીનભાઇ ફળદુના સોલાર પ્રાજેકટમાં પગી તરીકે નોકરી કરે છે.
કિરણભાઈ પાસે ખેતીની 22 વિઘા જમીન હતી તે જમીન તેમના ભાઈ મુકેશભાઈ તથા બહેન નીર્મળાબેન એમ ત્રણેયના નામે સંયુક્ત ખાતામાં હતી અને ભાઇ મુકેસને કેન્સરની બીમારી હોઇ જેથી તેઓને રૂૂપિયાની જરૂૂર પડતા આ 22 વીઘા જમીન ગયા વર્ષ એક વીઘા ના 6,85,000 લેખે વેચેલ હતી અને બહેનને ઘરે સારૂૂ હોઇ જેથી તેઓએ ભાગ લીધેલ નહી અને બન્ને ભાઇઓએ જમીન વેચેલ તેના પૈસા આવેલ તે રાખેલ હતા તેમાથી ભાગમાં આવેલ રૂૂપિયા માંથી 7 વીઘા જમીન રૂૂ.48 લાખમાં લીધેલ તેમજ ભાઇ મુકેશભાઇને કેન્સર હોઇ જેથી તેઓની સારવાર માટે પૈસાની જરૂૂરીયાત હોઇ જેથી મારી પાસે રૂૂ.5,80,000/- હાથ ઉપર રાખેલ બાકીના પૈસા મારા ભાઇ મુકેશને સારવાર માટે આપેલ હતા અને આ પૈસા કિરણભાઈ ઘરે થેલીમાં ભરીને કપાસમાં સંતાડીને રાખતા હતા.
તેમજ તેમના બા ના સોનાના બુટ્ટીયા બીજા કાળા ઝબલામાં સંતાડીને રાખેલ હતા અને જરૂૂરીયાત મુજબના રૂૂપિયા તે થેલીમાથી કાઢીને કટકે કટકે વાપરતા હતા ગઇ તા.26/09/2025 સવારે છ વાગ્યે રૂૂપિયાની જરૂૂરીયાત પડતા થલીમાથી 16000 ટ્રેકટરના ભાડા તથા સોલારમાં રહેલ ચોકીદારને પગાર ચુકવવા માટે થેલી માથી કાઢેલ હતા અને પાછી થેલી કપાસમાં સંતાડી દીધેલ હતી ત્યારે થેલીમાં આશરે રૂૂ. 3.30 લાખ હતા. કિરણભાઈ રૂૂમને તથા મેઇન દરવાજાને તાળુ મારી ને ઘરેથી સાતેક વાગ્યે પાનેલી ગામમાં સંતોષ પાન ખાતે ગયેલ અને સોલારના પગી પ્રશાતભાઈ ભરતભાઈ ખાંટને રૂૂ.12000 પગાર ચુકવેલ હતો અને મનુભાઈ ઉકાભાઈ પબાણીને ટ્રેકટરનું 2400 ભાડુ આપેલ હતુ બાકીના રૂૂપિયા કિરણભાઈએ પોતાની પાસે રાખેલ હતા અને ત્યાથી સીદસર રોડ ઉપર આવેલ સોલાર પ્રોજેકટ ખાતે ગયેલ હતો અને સવારે અગીયારેક વાગ્યે તે ઘર પાસે આવીને દરવાજાનું તાળુ ખોલવા ચાવી કાઢવા માટે ખીસ્સામાં હાથ નાખતા ચાવી હતી નહી જેથી ચાવી પડી ગયેલ હશે તેમ માની તે મકાનના આગળના ભાગે દીવાલે જોયુ તો દીવાલ ની ઇટ્ટો નીચે પડેલ હતી જેથી તે દીવાલ ટપીને ગયેલ તો રૂૂમનો દરવાજામાં તાળુ મારેલ હતુ તે તાળુ તુટેલ હાલત માં નીચે પડેલ હતુ અને દરવાજો ખુલ્લો હતો અને રૂૂમમાં ઘરવખરીનો તેમજ ઓસરી તેમજ રસોડામાં પણ સામાન વેરવીખેર હાલતમાં હતો તેમજ કપાસમાં સંતાડેલ સોનાના બુટ્ટીયા જે તે સ્થીતીમાં હતા પરતું રોકડા રૂૂ.3.30 લાખની ચોરી થઇ હોય આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે તપાસ શરુ કરી છે.