કૌશર બેકરીમાંથી 28 કિલો વાસી ક્રિમ-સીરપનો નાશ
05:01 PM Sep 16, 2025 IST | Bhumika
ફૂડ વિભાગનું 20 દુકાનોમાં ચેકિંગ, 9 વેપારીઓને લાઈસન્સ અંગે નોટિસ
Advertisement
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય પર્દાથના 20 ધંધાર્થીઓેને ત્યા ચકાસણી હાથ ધરી રામનાથપરાની કૌશલ બેકરીમાંથી અખાદ્ય 28 કિલો વાસી ક્રિમ સીરપનો નાશ કરી નવ ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામનાથપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ "કૌશર બેકરી" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલ પેક્ડ વિપ્પીંગ ક્રીમ 18 કિ.ગ્રા., પેક્ડ ફેલવર્ડ સીરપ 5 કિ.ગ્રા. અને વાસી પડતર કેક 5 કિ.ગ્રા. મળીને કુલ 28 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને ઉત્પાદન સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા શહેરના નાણાવટી ચોક થી રામેશ્વર ચોક વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 09 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
(1)મોમાઈ સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)આરતી પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)શ્રી મોમાઈ મિલ્ક પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)ટજ એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રીરામ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્રીરાધે જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)આશાપુરા જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)બજરંગ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ક્રિષ્ના સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (10)જય ચામુંડા ફરસાણ (11)જય અંબે સ્વીટ નમકીન (12)હોટ પોટ ફૂડ ઝોન (13)મારુતિ ફાસ્ટફૂડ (14)યમુના સુપર માર્કેટ (15)ડોલી અમૂલ પાર્લર (16)શાયોના પ્રોવિઝન સ્ટોર (17)ખોડિયાર જનરલ સ્ટોર (18)કિટ્ટુ’સ કેક શોપ (19)યમુના જનરલ સ્ટોર (20)ખખ જનરલ સ્ટોરની ચકાસણી કરવામાં આવેલ હતી.
Advertisement