ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કૈલાશ ગાંઠીયામાં 28 કિલો ચટણી, દેવ ફાસ્ટ ફૂડમાંથી 44 કિલો વાસી ખોરાક ઝડપાયો

05:27 PM Jul 25, 2025 IST | Bhumika
Advertisement

દેવમાંથી એક્સપાયરી બ્રેડ, 15 કિલો પીઝા, 15 કિલો જીવાતવાળો લોટ, 14 કિલો પંજાબી ગ્રેવી, દાળ અને ચટણીનો નાશ કરાયો: 20 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, 18 નમૂનાની સ્થળ પર ચકાસણી અને લાઇસન્સ વગર 8 ઝડપાતા નોટિસ ફટકારી

Advertisement

પવિત્ર શ્રાવણ મહીનાનો પ્રારંભ આજથી થયો છે. શિવભક્તો દ્વારા ઉપવાસ કરી અને ભોળાનાથની ભક્તિ કરતા હોય છે ત્યારે ઉપવાસીઓને ભેળસેળ મુકત ફરસાણ મળી રહે તે માટે મનપાના ફુડ વિભાગ દ્વારા ફરસાણ અને ફાસ્ટ ફુડના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કૈલાશ ગાઠીયામાંથી 28 કિલો વાસી ચટણી અને દેવ ફાસ્ટ ફુડમાંથી 44 કિલો વાસી ખોરાક મળતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લાભ કોમ્પલેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ, યુનિ.રોડ, રાજકોટ મુકામે આવેલ "કૈલાશ ગાંઠિયા" પેઢીની તપાસ કરતા સ્થળ પર ફ્રિઝમાં સંગ્રહ કરેલ ચટણી વાસી અખાદ્ય માલૂમ પડતાં ચટણીના 28 કિ.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

શોપ નં.4, અભિજીત એપાર્ટમેન્ટ, ICICI બેન્ક સામે, નિર્મલા રોડ, રાજકોટ મુકામે આવેલ "દેવ ફાસ્ટ ફૂડ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વગરના બ્રેડ, પીઝા 15 કિ.ગ્રા., જીવાતવાળો લોટ 15 કિ.ગ્રા., વાસી પંજાબી ગ્રેવી, દાળ તથા ચટણી 14 કિ.ગ્રા. વગેરે કુલ મળીને 44 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અભિષેક કોમ્પલેક્ષ, ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ "નકળંગ ટી સ્ટોલ" પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા એફએસડબલ્યુ વાન સાથે શહેરના પુનિતનગર- 80 ફૂટ રોડ મવડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ખોડલધામ ચાઇનીઝ પંજાબી, આદર્શ ફરસાણ, બાપા સીતારામ દાળપકવાન, ગંગા ફૂડસ, પ્રમુખ પ્રોવિઝન સ્ટોર, શ્રીરામ ફાર્મસી, નાગદાદા રેસ્ટોરેન્ટ અને જલારામ જનરલ સ્ટોરને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા ખોડલધામ ફાસ્ટ ફૂડ, નાગદાદા હોટેલ, નીલકંઠ પાર્લર, હરિ ઓમ પેંડાવાલા, અતુલ આઇસ્ક્રીમ, પટેલ ફાસ્ટફૂડ, ખોડિયાર ખમણ, જગદંબા બેકરી, શ્રીનાથજી ગાંઠિયા, બેક એન્ડ ટેક, મહાવીર કોલ્ડ્રિંક્સ અને નીલકંઠ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ. ઉપરાંત કૈલાશ ગાંઠીયા, દેવ ફાસ્ટ ફુડલ સાવલીયા બોયઝ હોસ્ટેલ અને વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલમાં મરચુ અને હળદરના નમુના લેવામાં આવ્યા હતા. ઉપરાંત 18 નમુનાની સ્થળ પર ચકાસણી કરાઇ હતી.

Tags :
Food Departmentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement