ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

GSTમાં વર્ગ-1ના 28ની બદલી અને કલાસ-2ના 30 અધિકારીઓની બઢતી સાથે ટ્રાન્સફર કરાઇ

04:50 PM Aug 14, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યના નાણા વિભાગ દ્વારા મોટા પાયે વેરા અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને વ્યવસ્થામાં સુધારો લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આદેશ મુજબ 28 સહાયક વેરા કમિશનર વર્ગ-1ની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 30 વેરા અધિકારી વર્ગ-2ને પણ બઢતી સાથે બદલીના આદેશો આપવામાં આવ્યા છે. આ તમામ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા લેવાયેલા આ પગલાને કારણે રાજ્યના કર માળખામાં વધુ પારદર્શિતા અને જવાબદારી આવશે તેવી અપેક્ષા છે. બદલી પામેલા અધિકારીઓને નવા સ્થળોએ ફરજ પર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.

Advertisement

28 સહાયક વેરા કમિશનર વર્ગ-1ની બદલી કરાયેલા અધિકારીઓમાં 1. નરવરસિંહ જીવાભાઈ મહિડા, 2. શીતલબેન કાંતીભાઈ પરમાર, 3. દિપકકુમાર હરિવદનભાઈ જોષી, 4. દ્રષ્ટિ વિનય પ્રજાપતિ, 5. ગોપાલ રતિલાલ પ્રજાપતિ, 6. મુકેશ અશ્વિનકુમાર મકવાણા, 7. બાબુભાઈ લખમાજી ડામોર, 8. ક્રિષ્ના ગોવિંદભાઈ દદુકિયા, 9. સુનિલકુમાર બાલુભાઈ ગામીત, 10. કિંજલ દિનેશચંદ્ર, 11. યેશા નરેન્દ્રભાઈ સોલંકી, 12. સોનલ નગીનભાઈ રાઠવા, 13. ભરતભાઈ લીંબાભાઈ જીયડ, 14. મહિપાલસિંહ દોલતસિંહ પરમાર, 15. વિષ્ણુ હિરાભાઈ દેસાઈ, 16. ડો. સ્ટેફી મિલનભાઈ કમારીયા, 17. ઘનશ્યામ તુલશીભાઈ કેસુર, 18. બીજલ જતીન ભાવસાર, 19. જયદીપકુમાર હરિદાન ગઢવી, 20. મયંક જીતુભાઈ તાળા, 21. ગૌરાંગ ઈશ્વરભાઈ પટેલ, 22. દિપકકુમાર અંબાલાલ પ્રજાપતિ, 23. સંદિપ રમેશભાઈ મકવાણા, 24. સ્વમાન નીરવભાઈ પટેલ, 25. અર્જુન નારણભાઈ ગળચર, 26. કિશનલાલ ગોવિંદભાઈ ચાવડા, 27. આદેય નિરવભાઈ શાહ અને 28. મૌલિક ચંદુલાલ ઝાલાનો સમાવેશ થાય છે.

ઉપરાંત 30 વેરા અધિકારી વર્ગ-2ને બઢતી સાથે બદલી કરાયેલા અધિકારીઓમાં 1. કૃષ્ણકુમારસિંહ મહાવીરસિંહ ગોહિલ, 2. મોની અલ્કેશકુમાર ઉપાધ્યાય, 3. ડિમ્પલ લાલજીભાઈ દેસાઈ, 4. હેમાબેન કિશોરભાઈ ગઢવી, 5. સંજય રામાભાઈ પટેલ, 6. રાઘવેન્દ્ર પ્રવિણભાઈ પટેલ, 7. પ્રક્ષાલ અશોકકુમાર ગાંધી, 8. મિલિન્દ્ર રાજેન્દ્રભાઈ પટેલ, 9. હાર્દિક કૈલાશકુમાર રાયપુરિયા, 10. સંકેત ચંદુભાઈ બોઘરા, 11. કલ્પેનકુમાર રામજીભાઈ હિરપરા, 12. માધવ સુરેશકુમાર ઠાકર, 13. ભાવેશકુમાર વિનોદરાય માંગરોળીયા, 14. કુનાલ કિશોર મહેશ્વરી, 15. સ્મિત જયેન્દ્રકુમાર પટેલ, 16. મેહુલ જીતેન્દ્રકુમાર શાહ, 17. પારસ વજશીભાઈ ગોજીયા, 18. સુરજકુમાર સુર્યકાન્તભાઈ મેકવાન, 19. આનંદકુમાર અવસરભાઈ મકવાણા, 20. રત્ના વિઠ્ઠલ ખયતા, 21. હાર્દિક હર્ષદકુમાર વ્યાસ, 22. હિતેશકુમાર ઈશ્વરભાઈ પંચાલ, 23. રિધ્ધી અમિત દવે, 24. કપિલ જાદવભાઈ ગોહિલ, 25. કમલેશભાઈ કેશરભાઈ દેસાઈ, 26. અંકિતા રામકુમાર સિસોદિયા, 27. વિધિ પ્રદિપભાઈ મહેતા, 28. દિપકભાઈ મહેન્દ્રકુમાર પટેલ, 29. સ્વપ્નિલ રાજુભાઈ રાઠોડ અને 30. ઉર્જસ્વીકુમારી અનિલભાઈ ડામોરના ઓર્ડર કરાયા છે.

Tags :
GSTgujaratgujarat newsofficers transferred
Advertisement
Next Article
Advertisement