ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ શહેર-જિલ્લામાં 256 નવા મતદાન મથકોને મંજૂરી

04:48 PM Nov 03, 2025 IST | admin
Advertisement

વિધાનસભા-લોકસભા ચૂંટણી પૂર્વે તંત્રની કવાયત: ઘરે-ઘરે મતદાર યાદી સુધારણા શરૂ, કુલ બૂથની સંખ્યા 2512 થશે

Advertisement

આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા 256 નવા મતદાન મથકોને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, મતદાર યાદી સુધારણાની (જઈંછ) ઝુંબેશ પણ શરૂૂ થઈ ગઈ છે, જેમાં બુથ લેવલ ઓફિસરો (ઇકઘ) દ્વારા ઘરે-ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કલેક્ટર કચેરીના અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કામગીરી માટે કુલ 2256 બુથ લેવલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી છે. આ ઇકઘત મતદારોના ઘરે-ઘરે જઈને ફોર્મ આપી રહ્યા છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે ઇકઘત કુલ ચાર વખત મુલાકાત લેશે, ફોર્મ ભરાવીને પાછા મેળવશે, ત્યારબાદ સુધારા-વધારાની કાર્યવાહી હાથ ધરાશે.

મતદાન મથકોના વધારા અંગે ટોચના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, લગભગ ચાર-પાંચ મહિના પૂર્વે ચૂંટણી પંચના આદેશ મુજબ, એક મતદાન મથક દીઠ 1200 મતદારોની મર્યાદા રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સંદર્ભે કરાયેલા સર્વેમાં 700 જેટલા નવા મથકોની જરૂૂરિયાત જણાઈ હતી

જોકે, રાજકોટ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ફાઇનલ દરખાસ્ત ચૂંટણી પંચને મોકલાયા બાદ, પંચે સંપૂર્ણ અભ્યાસ કરીને રાજકોટ શહેર-જિલ્લામાં નવા 256 મતદાન મથકોના વધારાને આખરી મંજૂરી આપી છે.
આ વધારા સાથે, રાજકોટ જિલ્લામાં કુલ મતદાન મથકોની સંખ્યા હવે 2512 થશે. અધિકારી સૂત્રોએ નામ ન આપવાની શરતે આ ચિત્ર ફાઇનલ થયાનું જણાવ્યું હતું.

ફેબ્રુઆરી માસમાં ફાઇનલ મતદાર યાદી જાહેર થયા બાદ, આ નવા 256 મતદાન મથકોનું ડ્રાફ્ટ પણ જાહેર કરવામાં આવશે, જે અંગેની કાર્યવાહી હાલ ચાલુ છે.

Tags :
Electiongujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement