પંચાયતના આરોગ્ય વિભાગના 25000 કર્મચારીઓની તા.17મીથી બેમુદતી હડતાળ
પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા એલાન: ગ્રામિણક્ષેત્રે આરોગ્ય સેવાને અસર પડશે
ગુજરાત રાજય પંચાયતી સેવા વર્ગ 3 ના આરોગ્ય કર્મચારી જિલ્લ ા કક્ષાના સુપરવાઇઝર સહિત 25000 જેટલા કર્મચારીઓ આગામી તારીખ 17 મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે. પગાર વધારા સહિતની માંગણીઓને લઈને છેલ્લ ા કેટલાક સમયથી હેલ્થ કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ગુજરાત રાય આરોગ્ય કર્મચારી મહાસંગે નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલતા આ એલાન આપ્યું છે આમ તારીખ 17 મી માર્ચથી ગ્રામીણ ક્ષેત્રની આરોગ્ય સેવા ને પણ મોટા પાસે અસર થશે.
પંચાયત સેવાના વર્ગ-3ના આરોગ્ય વર્કર, જિલ્લા કક્ષાના સુપરવાઈઝર સહિતના 25 હજાર કર્મચારીઓ આગામી 17મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરશે. આ સાથે જ પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, ગુજરાત રાય આરોગ્ય કર્મચારી મહાસંઘે કેડરના નાણાંકીય અને વહીવટી પડતર પ્રશ્નો ના ઉકેલાતાં આ એલાન આપ્યું છે.
રણજિતસિંહ મોરીએ જણાવ્યું છે. સ્ટાફ વહીવટી અને નાણાંકીય પ્રશ્નો પણ પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.પંચાયત સેવાના હેલ્થ વર્કર કેડરને મળતો 1900 ગ્રેડ પેને બદલે 2800 ગ્રેડ પે તેમજ સુપરવાઈઝર વગેરેમાં 2400 ને બદલે 4200 ગ્રેડ પે લાગુ કરવાની માગણી કરાઈ હતી, બીજી તરફ ખાતાકીય પરીક્ષા કેડર રદ સહિતના મુદ્દે આંદોન શ કરાશે, તેમ મહા સંઘના પ્રમુખે જણાવ્યું છે.
તાજેતરમાં જ પંચાયત હેલ્થ વર્કરો, સુપરવાઈઝર કરેલી કામગીરીનું ઓનલાઈન કે રિપોર્ટ નહિ બનાવીને વિરોધ કર્યેા હતો. હવે આગામી 17મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન અપાયું છે સાથે જ ગાંધી ચિંધ્યામાર્ગે અલગ અલગ કાર્યક્રમો અપાશે, ગ્રામ્ય ક્ષેત્રમાં આરોગ્ય સેવા ખોરવાય તો તેના માટે સરકાર જવાબદાર રહેશે તેમ પણ આરોગ્ય કર્મચારી મહાસંઘે જાહેર કયુ છે.
આમ આગામી દિવસોમાં પંચાયત સેવાના હેલ્થ વર્કરોની હડતાલના પગલે ગ્રામીણ આરોગ્ય સેવાને મોટા પાય અસર થશે અંદાજો 25,000 જેટલા કર્મચારીઓ આ લડતમાં સામેલ થવા જઈ રહ્યા છે પગાર વધારા સહિતની 17 જેટલી માંગણીઓ માટે અનેક વખત રજૂઆત પછી નિર્ણય નહીં લેવાતા અચોક્કસ મુદત ની હડતાલનું એલાન અપાયું છે.