ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકી

05:47 PM Sep 19, 2025 IST | Bhumika
Advertisement

યાત્રિકોને પડતી તકલીફ માટે હિતરક્ષક સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

Advertisement

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, પ્રદીપસિંહ જાડેજા (ગોંડલ), પઢિયાર બળવંતસિંહ (ભુજ, અંકલેશ્વર), પૂર્વ ફોજી નટુભા ઝાલા ની સંયુક્ત યાદી જણાવે છે કે દર વખતની જેમ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની (એસ.ટી) બસો રૂૂટ કેન્સલ કરી લોકોને હાલાકી અને હાડમારી ઊભી કરી જનમેદની ઊભી કરવા પ્રજાના ખર્ચે તાગડધિન્ના કરવા એસ.ટીની બસો કબજે લેવામાં આવે છે.

તારીખ 20/9ના ભાવનગર ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં 1300 એસટી બસો દોડાવાશે અને 2500 રૂૂટમાં કાપ મુકાતા અફડા તફડીનો માહોલ રહેશે. 19/9 શુક્રવારના રોજ ભાવનગર ખાતે તમામ બસોને પહોંચાડી દેવા આદેશ કરવામાં આવેલ છે જેને પગલે 19 અને 20 સિનિયર સિટીઝનો, મહિલાઓ, બાળકો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી બનશે. મુસાફરોની સુવિધા ઝુંટવી લઈ એસ.ટી બસો નો દુરુપયોગ સામે ગુજરાત એસ.ટી મુસાફર સમિતિનો સખ્ત શબ્દોમાં વિરોધ છે.

જાણ મુજબ અમદાવાદ, વડોદરા, નડિયાદ, મહેસાણા, ભરૂૂચ, ગોધરા, પાલનપુર સહિતના ડિવિઝનો માંથી અંદાજે દરેક ડિવિઝનો માંથી 100 બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવા આદેશ કરેલ છે. રાજ્યભરમાં હાલ નિયમિત એસ.ટીની 8550 બસો દોડી રહી છે. અને રોજિંદા 29 લાખ મુસાફરો અપડાઉન કરી રહ્યા છે. અને 2500 રૂૂટ કેન્સલ થવાના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.

સરકાર એક બાજુ કરકસરયુક્ત વહીવટની વાતો કરે છે ત્યારે સરકાર છેક 300 થી 400 કિલોમીટર દૂરથી ભાવનગર ખાતેના કાર્યક્રમમાં બસો કબજે લેવાશે. આટલે દૂરથી ખાલી આવતી બસોમાં ઇંધણનો ધુમાડો થશે. મુસાફરોને હાલાકી વેઠવી પડશે અને એસ.ટીના બસ સ્ટેશન ઉપર અફળા તફળીનો માહોલ રહેશે. અને ખાનગી વાહનો દ્વારા એસ.ટીના મુસાફરોને ફરજિયાત લૂંટાવવું પડશે ખમુસાફરોને બે દિવસ સુધી હાલાકી ભોગવી પડે તેમ હોવા છતાં એસ.ટી દ્વારા કોઈ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ નથી પરંતુ કોઈ યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ પડે તો ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 પર મદદ લઈ શકો છો. મુસાફરોની કોઈ પણ ફરિયાદ હોય તો આ હેલ્પલાઇન નંબર પર આધાર પુરાવા સાથે મોકલવા જણાવ્યું છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsST bus
Advertisement
Next Article
Advertisement