For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્ય સરકાર દ્વારા વધુ 2500 સરકારી બસો દોડાવાશે

06:52 PM Feb 02, 2024 IST | Bhumika
રાજ્ય સરકાર દ્વારા વધુ 2500 સરકારી બસો દોડાવાશે

રાજ્યની જનતાને ઝડપી મુસાફરીની સેવા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આજે રજુ કરાયેલ બજેટમાં નવી 2500 જેટલી સરકારી બસો આગામી સમયમાં સેવમાં મુકવા જાહેરાત કરવામાં આવી હતી. રાજયમાં બસપોર્ટનો વિકાસ પણ થઇ રહ્યો છે. ત્યારે લોકોને વધુ રાહ જોવી પડે નહી તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઇ રહ્યો છે અને લાખો લોકો તેની મુલાકાતે જતા હોય છે. ત્યારે છેવાડાના લોકોને પણ તેનો લાભ મળે અને ગ્રામ્ય વિસ્તારની કનેકટીવિટી શહેરી સાથે વધે લોકોને ખાનગી વાહનામાં જવુ ન પડે અને બસની રાહ જોતા સમયનો બગાડ ન થાય તે માટે રાજ્યસરકાર દ્વારા નવી 2500 બસ દોડતી કરાશે.

Advertisement

છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 100થી વધારે બસો સંચાલનમાં મૂકૂ છે અને અગાઉ રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ 1200થી વધારે બસો સેવમાં મુકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અને આજે બજેટમાં સરકાર દ્વારા નવી 2500 સરકારી બસો શરૂ કરવાની જાહેરાત કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement