For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ એસપી સહિત રાજ્યના 25 IPSની બદલી

11:41 AM Dec 10, 2024 IST | Bhumika
રાજકોટ એસપી સહિત રાજ્યના 25 ipsની બદલી
Advertisement

રાજકોટ જિલ્લા પોલીસવડાની પોસ્ટ ડી ગ્રેડ કરી નવા એસપી તરીકે અમરેલીથી હિમકરસિંહની નિમણૂક

19 IPS અને 6 SPSની બદલી સાથે પોલીસ બેડામાં મોટા ફેરફારો

Advertisement

રાજ્યના 19 આઇપીએસ અને 6 એસપીએસની ગઇમોડી સાંજે બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના ડિઆઇજી જયપાલસિંહ રાઠોડને અમદાવાદ સેક્ટર-2ના ેસીપી તરીકે પોસ્ટીંગ અપાયું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાની પોસ્ટ ડી ગ્રેડ કરી નવા જિલ્લા પોલીસ વડા તરીકે અમરેલીથી હિમકરસિંહને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ઉપરાંત સીઆઇડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયનને લો એન્ડ ઓર્ડરમાં મુકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના સ્પેશીયલ પોલીસ કમિશનર અજય ચૌધરીને મહિલા સેલના ડીઆઇજી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ઉપરાંત એસીબીના વડા ડો.શમશેરસિંહને યથાવત રાખવામાં આવ્યા છે.

અમરેલી એસપી તરીકે સીઆઇડીના એન્ટી ઇકો ઓફેન્સ વીંગના સંજય ખરાટને મુકવામાં આવ્યા છે. રાજકોટ ટીઆરપી કાંડમાં જેમની બદલી થઇ હતી તે સુધીર દેસાઇને ગાંધીનગર આઇબીમાં એસપી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ઉપરાંત એમ.એલ. નીનામાને વડોદરા સિટીથી બદલીને આઇજીપી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગરમાં નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વિધિ ચૌધરીની અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ માટે એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.બલરામ મીનાને અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસપીના પદ પરથી બદલી કરીને અમદાવાદ શહેર ઝોન-1ના ડીસીપી તરીકે નિમવામાં આવ્યા છે. ઉષા રાડાને એસ આર પીએફ મુદેટી સાબરકાંઠા પરના પદ પરથી બદલી કરીને વડોદરા જેલના સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમવામાં આવ્યા છે.આ સિવાય રવિન્દ્ર પટેલને પાટણ એસપીના પદ પરથી બદલી કરી ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે.

આઇપીએસ અધિકારીઓની બદલીનું લીસ્ટમાં રાજકુમાર પાંડિયનની એડીજીપી લો એન્ડ ઓર્ડર, શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત, અજય ચૌધરી બન્યા એડીજીપી મહિલા સેલ, વિધિ ચૌધરીને અમદાવાદના સ્પે. કમિશનર બનાવાયા, એમ. એલ નીનામા બન્યા આઇજીપી સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, જયપાલસિંહ રાઠોડ જેસીપી સેક્ટર-2 અમદાવાદ, ડો. લીના પાટીલ બન્યા એડી. કમિશ્નર વડોદરા,, ડો. સુધીર દેસાઈ બન્યા એસપી આઇબી, ગાંધીનગર, બલરામ મીણા બન્યા ડીસીપી ઝોન-1 અમદાવાદ શહેર, હિમકર સિંહ બન્યા રાજકોટ ગ્રામ્ય એસપી, ઉષા રાડા બન્યા વડોદરા જેલ એસપી, સંજય ખરાત બન્યા અમરેલી એસપી, ડો. રવિન્દ્ર પટેલ ડાયરેક્ટર સ્ટેટ પો. હા. બોર્ડ., ગાંધીનગર, વિકાસ સુંદા બન્યા કચ્છ (પશ્ચિમ)ભુજ એસપી, હિમાંશુ વર્મા બન્યા એસપી સીઆઇડી ક્રાઈમ આર્થિક ગુના, આલોક કુમાર બન્યા ડીસીપી ઝોન-1 સુરત, અભિષેક ગુપ્તા બન્યા ડીસીપી ઝોન - 3 વડોદરા, નીધી ઠાકુર ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી, એન. એ. મુનિયા કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 3, મડાણા, વસંતકુમાર નાઈ બન્યા એસપી પાટણ, ભરતકુમાર રાઠોડ બન્યા ડીસીપી ઝોન-2 અમદાવાદ, ભક્તિ ડાભી બન્યા ડીસીપી હેડ ક્વાર્ટર સુરત શહેર, મેઘા તેવર કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ - 6 સાબરકાંઠા અને કોમલ વ્યાસ કમાન્ડન્ટ એસ આર પીએફ ગ્રુપ - 17 જામનગર.

Advertisement
Tags :
Advertisement
Advertisement