રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં 2024ની સાલમાં 21થી 40 વર્ષના 242 યુવાનોના આપઘાત

04:50 PM Jan 08, 2025 IST | Bhumika
Advertisement

મહિલાઓના સ્યૂસાઇડનો આંકડો 149 રહ્યો : હત્યાના 33 બનાવો બન્યા : પુત્રના હાથે માતા-પિતાના મર્ડરનાં ચાર કિસ્સા

Advertisement

બાર પોલીસ મથકમાં ચોરીના 509 બનાવ નોંધાયા : જેમાં સૌથી વધુ યુનિવર્સિટી પોલીસમાં 96 ફરિયાદ નોંધાઇ

શહેરને એક સમયએ શાંત અને સલામત શહેર માનવામાં આવતું હતું, હવે ફરી રાજકોટ શહેર શાંત અને સલામત બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષ 2022 અને 2023ની સરખામણીએ વર્ષ 2024માં ક્રાઇમ રેટ જરૂૂર ઘટ્યો છે, પરંતુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા અને આવારા તત્ત્વો દ્વારા મચાવવામાં આવતો આતંક શહેર પોલીસ માટે પડકાર રૂૂપ સાબિત થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં ગતવર્ષે આત્મહત્યાના 445, હત્યાના 33, દુષ્કર્મ અને પોક્સોનાં 91 તેમજ 509 ચોરીના બનાવ પોલીસ ચોંપડે નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આપઘાત કેસમાં સૌથી ચકચારી 20 નવેમ્બરના રોજ ઓનલાઇન ગેમના કારણે યુવકના આપઘાત બનાવ છે. જ્યારે હત્યાના બનાવોમાં 27 ફેબ્રુઆરીનો પતિના હાથે પત્નીની હત્યા તે ચકચારી બનાવ છે.

રાજકોટ શહેરમાં વર્ષ 2022 અને 2023ની સરખામણીએ 2024માં આપઘાતનો રેસીયો ઘટ્યો છે. જેમાં વર્ષ 2022માં 519 લોકોએ, જ્યારે 2023માં 495 લોકોએ આપઘાત કર્યો હતો. જેની સામે 2024માં આ આંકડો 445 સુધી પહોંચ્યો છે. મોટાભાગના બનાવોમાં ગૃહકલેશ, ત્રાસ, આર્થિક ભીંસ, ભણતરનો ભાર, માવતર કે પતિનો ઠપકો અથવા એકલવાયા જીવનથી કંટાળી લોકો જીવાદોરી કાપી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

આ સાથે રાજકોટમાં પાછલા વર્ષે નોંધાયેલ 445 આપઘાતના કિસ્સાઓમાં 12થી 15 વર્ષના 7, 11થી 20 વર્ષના 59, 21થી 30 વર્ષની યુવાવસ્થા ધરાવતા 141, જ્યારે 31થી 40 વર્ષના 101, 41થી 50 વર્ષના 62, 51થી 60 વર્ષના 34, 61થી 70 વર્ષના 22, 71થી 80 વર્ષના 9 અને 81થી 90 વર્ષના 4 વ્યક્તિનો સમાવેશ થાય છે. જેમાં 149 મહિલાઓ અને 296 પુરૂૂષો સમાવેશ થાય છે.શહેરમાં નજીવી બાબત, કૌટુંબિક ઝઘડા, શંકા, પૈસાની લેતીદેતી મુદે વર્ષ 2024માં હત્યાના 33 બનાવોથી રાજકોટ રક્તરંજિત બન્યું હતું. જેમાં કપાતર પૂત્રોના હાથે માતા-પિતાની હત્યાના 4 બનાવ સામે આવ્યાં હતાં. જેમાં માતા ભાવનાબેનની હત્યામાં પૂત્ર નરેશ વિરુદ્ધ એરપોર્ટ પોલીસમાં, અશોકની હત્યામાં અશ્વિન સામે, જ્યોતિબેનની હત્યામાં પૂત્ર નિલેશ સામે અને રાજેશની હત્યામાં જોગીન્દર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શંકાશીલ પતિના હાથે પત્નીની હત્યામાં પતિ ગુરૂૂપા શીરોડીએ જે વ્યવસાય કરતો હતો તે બેલાના ઘા ઝીકી હત્યા કર્યાનો તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે.

તો પોલીસ જવાનના હાથે નિર્દોષ પ્રૌઢની હત્યા કર્યાનું પણ સામે આવ્યું હતું. જેમાં પારકા ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલ હમીરભાઈને એએસઆઈ અશ્વિનભાઈએ ઢોર માર મારી હત્યા કરવા અંગે માલવિયાનગર પોલીસમાં ગુનો નોંધાયો છે. ઉપરોક્ત 33 બનાવમાં 69 શખસોના હાથ લોહીથી રંગાયા હતા, જ્યારે મર્ડરના 2 બનાવો હજુ પણ અનડિટેકટ હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 108 હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વર્ષ 2022માં હત્યાના 33 બનાવોમાં 56 લોકો સામે ગુનો નોંધાયો હતો. જ્યારે વર્ષ 2023માં 42 હત્યાના ગુનામાં 104 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

રાજકોટ શહેરમાં સૌથી વધુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5, જ્યારે થોરાળા, તાલુકા અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં હત્યાના 4-4 બનાવ નોંધાયા છે. જ્યારે ચોરીના બનાવમાં સૌથી વધુ યુનિવર્સિટી પોલીસમાં જ નોંધાયા છે. જેમાં કુલ 96 બનાવો ચોરીના નોંધાયા છે. જ્યારે આજીડેમ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં 88-88 બનાવ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 84 બનાવ ચોરીના પોલીસ ચોપડે નોંધાયા છે. એટલે કે, કુલ 12 પોલીસ સ્ટેશનમાં ચોરીના 509 બનાવ નોંધાયા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot suicide case
Advertisement
Next Article
Advertisement