For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂડામાં 24 ગામ ભેળવી દીધા, નકલી નક્શો વાયરલ

04:11 PM Apr 15, 2025 IST | Bhumika
રૂડામાં 24 ગામ ભેળવી દીધા  નકલી નક્શો વાયરલ

હિત ધરાવતા તત્ત્વોએ ખેલ પાડ્યાની ચર્ચા, રૂડા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ

Advertisement

રાજકોટ વિકાસની ધરી પર સતત આગળ વધતું શહેર છે. શહેરના વિકાસની સાથે શહેરનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં શહેરના વિકાસને વધુ સુગમ બનાવવા માટે અને લોકોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે શહરેની હદ વધારવામાં આવી રહી છે.આરએમસી દ્વારા આસપાસના કેટલાક વિસ્તારોના ગામડાઓનો શહેરની હદમાં સમાવેશ કરાવમાં આવ્યો છે.હવે શહેરી વિકાસ સત્તા મંડળ (રૂૂડા) દ્વારા પણ તેની હદ વધારવામાં આવી હોય અને આસપાસના ગામડાઓનો રૂૂડામાં સમાવેશ કરવામાં આવ્યો હોય તેવા નકલી નકશા સાથેની પીડીએફ સોશિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઇ રહી છે.જોકે આ વાતને કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ આ મુદ્દો રિયલ એસ્ટેટ માર્કેટમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(રૂૂડા) દ્વારા આસપાસના ગામડાઓ તેની હદમાં સમાવી લેવામાં આવ્યા હોવાની એક પીડીએફ સોશિયલ મીડયિામાં વાયરલ થઇ રહી છે. જેમાં શહેરની ભાગોળે આવેલા 24 ગામડાઓને સમાવેશ રૂૂડામાં કરાવમાં આવ્યો છે. પરંતુ આ પીડીએફની વિશ્ર્વસનીયતા અંગે સવાલો ઉઠી રહ્યા છે. તે માટેના કેટલાક મહત્વના કારણો છે. રૂૂડા દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટમાં આ અંગેની કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.

Advertisement

મળતી માહિતી મુજબ રૂડાનો આ નકલી નક્શો છેલ્લા ચાર-પાંચ દિવસથી શહેરના કેટલાક વકિલો અને આર્કિટેક્ચર્સના ગૃપમાં ફરી રહ્યો છે. અને રૂડાની હદ વધારવામાં આવી રહી હોવાની અફવા ફેલાવવામાં આવી રહી છે.

દરમિયાન રૂડાના મુખ્ય કારોબારી અધિકારી મિયાણીએ જણાવ્યું હતું કે, રૂડા દ્વારા શહેરની હદ વધારવા માટે કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. કોઈ હિત ધરાવતા તત્વોએ બદઈરાદાથી નકલી નક્શો બનાવીને આસપાસના ગામડાઓને રૂડાની હદમાં બતાવી દીધા છે. ત્યારે ખેડુતોને આવા તત્વોથી સાવધ રહેવા પણ મિયાણીએ અપીલ કરી હતી.

તેમણે એવુ પણ જણાવ્યું હતું કે, રૂડાનો હદ વધારાનો નકલી નક્શો ગત તા. 11થી ફરતો થયાનું અમારા ધ્યાન ઉપર આવ્યું છે. આવી હરકત કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રૂડા દ્વારા પોલીસ કમિશનરને પત્ર પણ લખવામાં આવનાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement