ઓખા વિસ્તારમાં જોખમી માછીમારી કરતાં 24 સામે ગુનો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુના કારણે દરિયો ગમે તે સમયે તોફાની બની શકે છે અને માછીમારો વિગેરેના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જેને અનુલક્ષીને જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા માછીમારી સહિતની પ્રવૃત્તિઓ સામે પ્રતિબંધ મુકવા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ત્યારે ઓખા મંડળના પોસીત્રા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી અને બેટ દ્વારકાના રહીશ હારૂૂન હાસમ જુણેજા, ઇસ્માઇલ ગુલાબશાહ ખલીફા, અહેમદ ઇસ્માઇલ જડીયા, અસગર ઇકબાલ બાનવાઇ, ઇમ્તિયાઝ અલીભાઇ તુર્ક, સુલતાન રજાક ભટ્ટી, રજાક આમદ સમૈજા, અયુબ અબ્બાસ ગંઢાર, હારૂૂન તૈયબ ગજ્જણ સુલતાન રજાકભાઇ સંઘાર, કાસમ રજાક સંઘાર, હુસેન રજાક સંઘાર, ઇકબાલ એલીયાસ સંઘાર, મુસ્તુફા સત્તાર ચૌહાણ, અભલા ઓસ્માણ માડુ અને જમીલ રફીક નારીયા નામના 16 શખ્સોને ઝડપી લઇ, કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપી બોટના ટંડેલો, ખલાસીઓ, બોટના માલિકો તથા દંગાના માલિકોએ મળીને ગેરકાયદેસર રીતે દરિયામાં બોટ વડે માછીમારી કરી-કરાવડાવીને એકબીજાને આર્થિક ફાયદો મળી રહે તે હેતુથી સામાન ઇરાદો પાર પાડવા ચાર બોટોના કોઈપણ પ્રકારના આધાર-પુરાવા કે ઓનલાઇન ટોકન મેળવ્યા વગર દરિયામાં માછીમારી કરવા મોકલી કે જઈને માછીમારી કરતા મળી આવ્યા હતા.
આટલું જ નહીં, બોટમાં નિયમ મુજબના સેફ્ટીના સાધનો નહીં રાખવા તેમજ ચોમાસુ સિઝનમાં દરિયામાં માછીમારી કરવા સામેના મનાય હુકમનું ઉલ્લંઘન કરી, જોખમી રીતે દરિયામાં માછીમારી કરી અને માનવ જિંદગી જોખમાય તેવું કૃત્ય કરવા સબબ ઉપરોક્ત 16 શખ્સો સામે ગુનો નોંધી, તમામ અટકાયત કરવામાં આવી છે. આ પ્રકરણમાં રજાકભાઈ નુરમામદભાઈ, હુશેનભાઈ પટેલ, અબુ મામદભાઈ સપ, હિતેન ટીંબરા સહિત અન્ય આઠ શખ્સો સામે પણ ગુનો નોંધી, શોધખોળ હાથ વધારવામાં આવી છે.
બેટ દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલી અન્ય એક કાર્યવાહીમાં બાલાપર વિસ્તારના હુશૈન સાલેમામદ સંઘાર, સબીર મુસા પલાણી, ફૈઝલ ઉસ્માન મોખા, આમદ હાજી મોખા, ઉમર ફારુક ચગડા, સિદીક યાકુબ ચંગડા, કાદર રજાક સુમણીયા, સુલતાન કાદર ચંગડા, આરંભડા ગામના અલીમહમદ હારુન સેતા અને સબીર હારુન સેતા નામના દસ બોટના ટંડેલો ખલાસ્યો મળીને હાલ દરિયામાં માછીમારી કરવા જવાથી દરિયામાં ગમે તે સમયે હાઇટાઇડ ની પરિસ્થિતિમાં માનવ જીવન જોગમાય તેવી પૂરી સંભાવના વચ્ચે ગેરકાયદેસર રીતે દરિયામાં બોટ વડે માછીમારી કરી એકબીજાને આર્થિક ફાયદો મળી રહે તે માટે સમાન ઇરાદો પાર પાડવાના હેતુસર જુદી જુદી ત્રણ બોટમાં કોઈપણ પ્રકારના આધાર, પુરાવા કે ઓનલાઈન ટોકન મેળવ્યા વગર માછીમારી કરતા પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં ભારતીય ન્યાય સહિતા તેમજ ફિશરીઝ એક્ટ મુજબ બેટ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.એસ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.