ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાઈબર ક્રાઈમના 23.02 લાખ ફરિયાદીઓના અત્યાર સુધીમાં રૂા.7,130 કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયા

12:12 PM Dec 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે કરતા અટકાવવા માટે I4C હેઠળ નસિટીઝન ફાઈનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમથ (CFCFRMS)ને વર્ષ 2021માં લોંચ કરાઈ હતી. અત્યારસુધીમાં, 23.02 લાખથી વધુ ફરિયાદોમાં રૂૂ. 7,130 કરોડથી વધુની નાણાકીય રકમ બચાવી શકાઈ છે. ઓનલાઈન સાઈબર ફરિયાદ નોંધાવવામાં મદદરૂૂપ થવા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ન1930’ શરૂૂ કરાયો છે.

ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાઈબર ગુનાઓનો સંકલિત અને સર્વગ્રાહી રીતે સામનો કરવા એક એટેચ ઓફિસ તરીકે ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરથ (I4C )ની રચના કરી છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને આ માહિતી ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે આપી હતી.મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બેંકો/ નાણાકીય સંસ્થાઓના સહયોગથી 10.09.2024ના રોજ I4C દ્વારા સાઈબર ગુનેગારોની ઓળખકર્તા શકમંદોની રજિસ્ટ્રી લોંચ કરાઈ છે. અત્યાર સુધીમાં, બેંકો પાસેથી 18.43 લાખથી વધુ શકમંદોના ઓળખકર્તા ડેટા પ્રાપ્ત થયા છે અને 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સની વિગતોની શકમંદોની રજિસ્ટ્રીની સહભાગી સંસ્થાઓ સાથે વહેંચણી કરાઈ છે અને રૂૂ. 8031.56 કરોડના ટ્રાન્ઝેક્શન્સ નકારી કઢાયા છે.

સાઈબર ક્રાઇમ તપાસ, ફોરેન્સિક્સ, પ્રોસિક્યુશન વગેરેના મહત્વપૂર્ણ પાસા પર ઓનલાઈન કોર્સ દ્વારા પોલીસ અધિકારીઓ/ ન્યાયિક અધિકારી ઓના ક્ષમતા નિર્માણ માટે I4C હેઠળ સાઈટ્રેન નામનું મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ (MOOC) પ્લેટફોર્મ વિકસાવાયું છે. રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના 1,44,895થી વધુ પોલીસ અધિકારીઓ/ ન્યાયિક અધિકારીઓ તેમાં રજિસ્ટર્ડ થયેલા છે અને પોર્ટલ દ્વારા 1,19,628થી વધુ પ્રમાણપત્રો જારી કરાયા છે.I4C ખાતે એક અત્યાધુનિક, સાઈબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC)ની સ્થાપના કરાઈ છે, જ્યાં અગ્રણી બેંકો, નાણાકીય મધ્યસ્થીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ, IT ઈન્ટરમિડિયેટરીઝ અને રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ સાઈબર ગુનાખોરીનો સામનો કરવા ત્વરિત કાર્યવાહી અને સરળ સહયોગ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અત્યારસુધીમાં, ભારત સરકારે પોલીસ અધિકારીઓના રિપોર્ટિંગના આધારે 11.14 લાખથી વધુ સિમ કાર્ડ અને 2.96 લાખથી વધુ IMEIને બ્લોક કરી દીધા છે.

Tags :
cyber crime complainantsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement