For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાસ્ત્રી મેદાનમાં તા.22થી 27 શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ

04:26 PM Nov 15, 2024 IST | Bhumika
શાસ્ત્રી મેદાનમાં તા 22થી 27 શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ
Advertisement

શ્રી વલ્લભાચાર્યપુરમ ઊભું કરાયું, વિધિ માટે દક્ષિણમાંથી ભૂદેવો પધારશે, સર્વ ધર્મના વૈષ્ણવોને સોમયજ્ઞનો લાભ લેવા અનુરોધ

વૈષ્ણવજનો માટે મંડાણ પ્રસાદની ભવ્ય વ્યવસ્થા, રક્તદાન કેમ્પ, શ્રીનાથજીની ઝાંખી, ઢાઢી લીલા, પુષ્ટિ ડાયરો સહિતના ભવ્ય કાર્યક્રમોના આયોજનો

Advertisement

પુષ્ટિમાર્ગના અગ્નિહોત્રી પ.પુ.1008 શ્રી રઘુનાથજી મહારાજશ્રી તથા દિક્ષિત પત્ની જાનકી વહુજીના સર્વાધ્યક્ષ સ્થાને દેશના બારમા અને રાજકોટ શહેરનાં આગણે શાસ્ત્રી મેદાનમાં સૌ પ્રથમ વખત શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ એવમ શ્રી વિષ્ણુગોપાલ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવતા વૈષ્ણવજનોમાં હરખની હેલી ઉમટી છે.

તા.21/11 થીતા.27/11 સુધી યોજાનાર મહાસોમયજ્ઞ માટે શાસ્ત્રી મેદાનમાં શ્રી વલ્લભાચાર્યપુરમ ઉભુ કરાયું છે. દરોજ સવારના 8 થી રાત્રીના 9 સુધી શાસ્ત્રોક મંત્રોચ્ચાર વીધી વચ્ચે મહાસોમયજ્ઞ ચાલશે.

શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવા માટે વૈષ્ણવજનોએ સવારે 9 થી 11, બપોરના 12 થી 2, બપોરના 3 થી 5, સાંજે 6 થી 8 સુધી નિયત કરાયેલા સમય ધ્યાને લેવા અનુરોધ કરાયો છે. પરિક્રમા માર્ગ સતત ખુલ્લો રખાશે. યજ્ઞમાન બેસવા યજ્ઞ સમિતિના કાર્યાલય, 1- પારસમણી કોમ્પલેક્ષ, રાજમંદિર કોલ્ડ્રીંકસ પાસે પેલેસ રોડ રાજકોટનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા રઘુનાથજી મહાાજશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે તા.21ના રોજ ભવ્ય પોથીયાત્રાનું આયોજન સંપન્ન કર્યા બાદ તા.22 થી 27 દરમિયાન શાસ્ત્રોક્ત વિધી મંત્રોચ્ચાર વચ્ચે શરૂ થનાર શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞનાં પ્રથમ દિવસે ભગવાન પાસેથી દીક્ષા પ્રાપ્ત કરાશે.
બીજા દિવસે સોમવલ્લી નામની વનસ્પતી દ્વારા શુધ્ધીકરણ વીધી કરાશે અને વાતાવરણમાં પવિત્રતા બક્ષાસે ત્યારબાદ પ્રવગ્ય નામની વિધીથી દુધની આહુતિ અપાશે જે યજ્ઞનારાયણ ભગવાન સ્વીકારે છે તેવી ભાવના વચ્ચે 30 ફુટ ઉંચે સુધી યજ્ઞનારાયણ ભગવાન સ્વરૂપે અગ્નિ પ્રજજવલીત થાય છે.

ત્રીજા અને ચોથા દિવસે વાતાવરણ શુધ્ધી યજ્ઞ, પાંચમાં દિવસે સોમવલ્લી રસની આહુતિ અપાશે. સમયાંતરે ચાર વખત અપાનારી આહુતિથી વાતાવરણ દિવ્ય અને પવિત્ર બનશે.

છઠ્ઠા દિવસે દિક્ષાનું વિસર્જન થશે. શાસ્ત્રોક, ધાર્મિક વિધી મુજબ દિક્ષા પછી સ્થાન ન કરી શકાય મતલબ કે, અગ્નિ ઉપર પાણી ન રેડી શકાય એટલે અવવૃથ દ્વારા દિક્ષાનું મંત્રોચ્ચાર વચ્ચે વિસર્જન કરાશે.

રઘુનાથજી મહારાજશ્રીએ એવું પણ જણાવ્યું હતું કે, મહાસોમયજ્ઞનું જયાં અને જયારે પણ આયોજન થાય તે પાવન સ્થળે તમામ દેવી, દેવતાઓ, તિર્થોના દેવતાઓની યજ્ઞ સ્થળે ઉપસ્થિતિ હોય છે. એટલે આ દિવ્ય અને ભવ્ય મહાસોમયજ્ઞનો શહેરીજનો અને સમસ્ત વૈષ્ણવોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

મહાસોમયજ્ઞ દરમિયાન યોજાનાર અનેકવિધ કાર્યક્રમો
તા.21-11-2024,શોભાયાત્રા તથા યજ્ઞશાળા પ્રવેશ સાંજે 5:00 કલાકે
તા.22-11-2024,શ્રી ગણેશ સ્થાપન, શ્રી વિષ્ણુગોપાલયાગ સંકલ્પ, ભુમી શુધ્ધી, ઉક શાંતી, દિક્ષાગ્રહણ, ભીક્ષા ગ્રહણ, અક્ષત વર્ષા
તા.23-11-2024,પ્રવર્ગ, 30 ફુટની અગ્નીશીખાના દર્શન સવારે 11:30 કલાકે અને સાંજે 5:30 કલાકે, ભીક્ષા સાંજે 7:00 કલાકે, અક્ષત વર્ષા સાંજે 7:30 કલાકે
તા.24-11-2024,પ્રવર્ગ, 30 ફુટની અગ્નીશીખાના દર્શન સવારે 11:30 કલાકે અને સાંજે 5:30 કલાકે, ભીક્ષા સાંજે 7:00 કલાકે. અક્ષત વર્ષા સાંજે 7:30 કલાકે
તા.25-11-2024,પ્રવર્ગ, 30 ફુટની અગ્નીશીખાના દર્શન સવારે 11:00 કલાકે અને સાંજે 6:00 કલાકે, ભીક્ષા સાંજે 7:00 કલાકે, અક્ષત વર્ષા સાંજે 7:30 કલાકે
તા.26-11-2024,સૂત્યાહ સોમરસ હોમ પ્રાત: સવન સવારે 10:00 કલાકે, માધ્યદિન સવન બપોરે 1:00 કલાકે, ત્રીતીય સવન સાંજે 4:00 કલાકે, રથયાત્રા તથા સ્વર્ગારોહણ, પિતૃદોષ શાંતિ, પીંડદાન સાંજે પ:00 થી 6:00 કલાકે
તા.27-11-2024,અવભૂથ સ્નાન સવારે 8:00 કલાકે, શ્રીફળ હોમ પૂર્ણાહુતિ બપોરે 1:30 કલાકે, વિજય યાત્રા સાંજે 5:00 કલાકે

શ્રી સોમયજ્ઞનો મુખ્ય અને દેદીપ્યમાન ભાવરસ
વિદ્વાન પંડીતો દ્વારા અરણી મંથનથી યજ્ઞાગ્નિ પ્રગટ કરવામાં આવે છે.
ભાવિકોની મનોકામના પૂર્ણ થાય તે માટે આપશ્રી દ્વારા અક્ષતવર્ષારૂૂપે આશીર્વાદ પ્રદાન થાય છે.
યજ્ઞકરતા આચાર્યશ્રીઓ ભીક્ષાગ્રહણ કરવા ભાવિક શ્રધ્ધાળુઓ પાસે પધારી ભીક્ષા ગ્રહણ કરીને તેમના દ્રવ્યો ને દેવમય બને તેવી ભાવના હોય છે
મંત્રોચ્ચાર દ્વારા આહુતીથી પ્રવર્ગ ની 30 ફુટ ઉંચી અગ્નિજવાલા માં ભગવાનના વિવિધ સ્વરૂૂપ કે લીલાના દર્શનો ભાસ થાય છે
સોમયજ્ઞ શાળાની 1 પરિક્રમા કરવાથી 108 પરિક્રમાનું ફળ મળે છે. ભકતજનો માટે પરિક્રમા માર્ગ અવિરત ચાલુ રહે છે.
શ્રી ઠાકોરજીની રથયાત્રા પરિક્રમા માર્ગમાં મહારાજશ્રીનો પરિવાર, પંડીતો તથા મનોરથી પરિવાર રથમાં બિરાજી પરિક્રમા માર્ગ ની પરિક્રમા કરે છે.
શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસનાર યુગલ જે આહુતી આપે છે તેમા એક આહુતીથી 108 આહુતીનું ફળ પ્રાપ્ત થાય છે.
પુર્ણાહુતી સમયે જે વિજય ધ્વજારોહણ થાય છે તેનાથી તે સ્થળનો વિસ્તાર અને ગામનો ખુબજ વિકાસ થાય છે અને આશુરી પરિબળોનો નાશ થાય છે.

વિરાટ સોમયજ્ઞ દરમિયાન યોજાનાર અન્ય ખાસ કાર્યક્રમો
સોમયજ્ઞના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો સાથે અન્ય કાર્યક્રમોના આયોજનો થયા છે. જેમા તા.23થી રાત્રીના શ્રીનાથજીની ઝાંખી, તા.24ના રોજ સવારના 10થી સાંજના 6 રક્તદાન કેમ્પ, તા.25ના રોજ રાત્રીના પુષ્ટિ ડાયરો અને તા.26ના રોજ રાત્રીના ઢાઢીલીલાનું આયોજન કરાયુ હોવાનું વૈષ્ણવજન સેવકોએ જણાવ્યુ હતુ.

દિવ્ય સોમયજ્ઞ વિશે જાણવા જેવું

યજ્ઞ શબ્દ જયાં જયાં વપરાય છે તે સોમયજ્ઞના સંદર્ભમા વપરાય છે સોમયજ્ઞ નામ એટલે છે કે યજ્ઞમાં ‘સોમવલ્લી’ નામક વનસ્પતીનો હોમ કરવામાં આવે છે, હોમ એટલે યજ્ઞ - બે પ્રકારના હોય છે. શ્રીત અને સ્માર્ત. શ્રીત એટલે શ્રુતિ (વેદ)ને અનુરૂૂપ અને સ્માર્ત એટલે સ્મૃતિ (મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ, પારાશર સ્મૃતિ વગેરે) અનુસારના કર્મ અથવા યજ્ઞ. શાસ્ત્રમાં શ્રૌતકર્મની ઉત્તમતા બતાવવામાં આવી છે. શ્રૌતકર્મોમાં પણ સોમયજ્ઞની સર્વોચ્ચતા બતાવવામાં આવી છે. ‘સોમવલ્લી’ માટે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં પોતાના સ્વમુખે આજ્ઞા કરે છે કે સોમો ભૂત્વા રસાત્મક: (ભ.ગી.13/15) અર્થાત ‘સોમવલ્લી’ - ‘સોમ” - ’સોમરસ’ એ ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂૂપ છે.
સોમયજ્ઞના મુખ્ય સાત પ્રકાર છે. જેને ‘સપ્ત સોમ સંસ્થા’ કહેવાય છે. અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, અતિરાત્ર
(ઉકથ્ય-ષોડશીન-અતિરાત્ર), આપ્તોર્યામ અને વાજપેય. પ.પૂ.1008 શ્રી રઘુનાથજી મહારાજશ્રી સાગ્નિચિત દીક્ષિત નિત્ય અગ્નિહોત્રી છે. આપશ્રી વૈદિક પરંપરા અનુસારનું અગ્નિહોત્ર નિત્ય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે કરે છે. આ સિવાય અન્ય વૈદિક કામોમાં પણ આપ અપાર રૂૂચિ ધરાવે છે.

સોમયજ્ઞ એ ભકિતનું કર્મમાર્ગીય સ્વરૂૂપ છે. શ્રી મહાપ્રભુજીએ આપના અવતારકાલ દરમ્યાન રર સોમયજ્ઞ કર્યા હતા. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણે પણ સોમયાગ કર્યાના ઉલ્લેખ મળે છે. સોમયજ્ઞ સ્થળ સમગ્ર બ્રહ્માંડના કેન્દ્રનું સ્વરૂૂપ ધારણ કરે છે. બધા જ તીર્થો મંડપમાં આવી ને વાસ કરે છે. સોમયજ્ઞની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. ભાવિકો 1008 સુધી પરિક્રમા કરે છે. સોમયજ્ઞનું મહાત્મ્ય નિ:સંતાન દંપતિઓમાં વિશેષ છે. નિ:સંતાન દંપતિઓ સોમયજ્ઞ સંલગ્ન વિષ્ણુયાગમાં બેસવાનો આગ્રહ રાખે છે. તેમજ દીક્ષિત અને દીક્ષિત પત્નીના આશીર્વાદ લે છે. સોમયજ્ઞમાં કરેલું દાન અનેકગણું ફળ આપે છે અને સોમયજ્ઞની ભીક્ષામાં સુવર્ણદાનનું વિશેષ ફળ છે. ઉલ્લેખનીય છે કે સર્વ પ્રથમ ભીક્ષા યજ્ઞ કરાવનાર બ્રાહ્મણો પૂ. મહારાજશ્રીને દંડવત્ કરીને આપશે. સોમયજ્ઞમાં થતી અક્ષતવર્ષાના અક્ષત અને યજ્ઞ પૂર્ણાહુતી બાદ ઈંટો વૈષ્ણવો પોતાના ઘરે પ્રસાદી રૂૂપે પધરાવી જાય છે.

વધુ માહિતી માટે સંપર્ક સૂત્રો
વિરેનભાઇ પારેખ 94282 03855
અશોકભાઇ પાટડીયા 95581 56904
વિજયભાઇ પાટડીઆ 9824248388
કમલેશભાઇ ધોળકીયા 8000108880
વિનુભાઇ વઢવાણા 9426251117
ભરતભાઇ માંડલીયા 9925491996
જસુભાઇ ફીચડીયા 9428276660
મુકેશભાઇ ભુવા 98242 81677

Advertisement
Tags :
Advertisement
Advertisement