ધ્રોલ નજીક ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંનાં મોત
02:17 PM Nov 17, 2025 IST | admin
Advertisement
જામનગર જીલ્લા ના ધ્રોલ તાલુકા ના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગા ના વાડામાં ગઈરાત્રે બાંધવામાં આવેલા 22 ઘેટા ના મૃત્યુ નિપજ્યાનું આજે સવારે ખૂલ્વા પામ્યું છે.
આજે વહેલી સવારે જ્યારે ભીખાભાઈના પરિવારજનો વાડામાં ગયા ત્યારે તેઓએ એકસાથે 22 ઘેટાને મૃત્યુ પામેલા જોઈ આ પરિવાર હેબતાઈ ગયો હતો. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસની ટીમ અને ધ્રોલથી પશુ ચિકિત્સા વિભાગના ડો. ઘેટીયા સ્થળ પર પહોંચી ગયા હતા.
Advertisement
પ્રાથમિક તપાસ મા આ ઘેટા ઓ પર મોડીરાત્રે કોઈ જંગલી અથવા હિંસક પશુ એ હુમલો કરી તેઓનું મારણ કર્યાનું જણાઈ આવ્યું છે. મોટી સંખ્યામાં પશુધન ગૂમાવતા આ માલધારી પરિવાર ઉપર મોટી આફત આવી પડી છે.
Advertisement
