સીલની કાર્યવાહી કરતાં 22 આસામીઓએ સ્થળ પર રૂા. 47.50 લાખનો વેરો ભર્યો
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 22 આસામીઓ પાસેથી સ્થળ ઉપર રૂા. 47.50 લાખ વેરો વસુલી એક નળ જોડાણ કાપી વધુ 10 મિલ્કત સીલ કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.8.76 લાખ, રણછોડ નગર આવેલ શેરી નં-4 માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.60,000/- નો ઙઉઈ ચેક આપેલ., પેડક રોડ પર આવે 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 51,000, સોની બજારમાં આવેલ ’ ઓમ ચેમ્બર’ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-2 થર્ડ ફલોર શોપ નં-301 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.41 લાખ, સોની બજારમાં આવેલ ’વીર મારૂૂતી’ ફર્સ્ટ ફલોર શોપ નં-101, સેક્ધડ ફલોર શોપ નં-201,202 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.70 લાખ, સોની બજારમાં આવેલ ’મારૂૂતી પ્લાઝા’ થર્ડ ફલોર શોપ નં-304 ના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ;70,000, સોની બજારમાં આવેલ ” ક્રિષ્ણા ચેમ્બરર્સ’ થર્ડ ફલોર શોપ નં -315 ને સીલ કરેલ છે, સોની બજારમાં આવેલ ” ક્રિષ્ણા ચેમ્બરર્સ’ થર્ડ ફલોર શોપ નં -309 ને સીલ કરેલ છે, લાખાજીરાજ રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 1.76 લાખ, સોની બજારમાં આવેલ ’વિવેક ચેમ્બરર્સ’ ગ્રાઉન્ડ ફલોર યુનિટ નં-204 ને સીલ કરેલ છે, જુની ગંજીવાડામાં 1-યુનિટને સીલ કરેલ છે, નવાનાકામાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.63,8000, નવરંગપરામાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.50,000, ઉમાંકાન્ત ઉદ્યોગ નગરમાં ’રાજદુત ઇન્ઙ.એસ્ટેટ’ ને સીલ કરેલ છે, અમર નગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.73,586, ગાયત્રી નગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.10.63 લાખ, નવા થરોળા વિસ્તારમાં 1-નળ કનેકશન કપાત, કોઠારીયા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 1.63 લાખ, 40 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 64,200, નેહરૂૂ નગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 81,800, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 88,500ની કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.