214 ઘોંઘાટિયા સાયલેન્સર ઉપર રોલર ફેરવી દેવાયું
શહેરમા બુલેટનાં મોડીફાઇડ સાયલેન્સર સામે ટ્રાફીક પોલીસ હાથ ધરેલ ઝુંબેશમા 214 મોડીફાઇ સાયલેન્સર કબજે કર્યા હોય જેના પર રોલર ફેરવી દેવામા આવ્યુ હતુ. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂજા યાદવ અને ઇન્ચાર્જ એસીપી વી.જી.પટેલ સાથે આરટીઓનાં અધિકારી કેતન ખપેડ દ્વારા શહેરી વિસ્તારમાં કંપનીના માન્ય સાયલેન્સરની જગ્યાએ અનઅધિક્રુત રીતે વધુ ધ્વનિ પ્રદુષણ ફેલાવતા અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા મોડીફાઇડ સાયલેન્સર ફિટ કરેલ હોય જેનો ઉપયોગ નીતિગત તેમજ કાનૂની દ્રષ્ટ્રીએ દંડનીય છે જેને ધ્યાને લઇ આવા મોટર સાયકલ/બુલેટ ચાલકો વિરુધ્ધ શહેરી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું જે ડ્રાઇવ દરમિયાન અનઅધિકૃત રીતે ફિટ કરવામાં આવેલ કુલ-124 મોડીફાઇડ સાયલેન્સર કબજે લેવામાં આવેલ હતાં, જે મોડીફાઇડ સાયલેન્સર પર પોલીસ હેડ કવાટર ખાતે રોલર ફેરવી દઇ તેનો નાશ કરવામા આવ્યો હતો.