લોહાણા પરામાં રઘુનાથજી આર્કેડમાં ગઈકાલે 21 અને આજે વધુ 19 મિલકતો સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત ફરી લોહાણાપરામાં આવેલ રઘુનાથજી આર્કેડમાં સપાટી બોલાવી ગઈકાલે 21 મિલ્કત સીલ કર્યા બાદ આજે વધુ 19 મિલ્કતો સહિત 26 મિલ્કતો સીલ કરી હતી તેમજ 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી રૂા. 50.01 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા જામનગર રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી 1.86 લાખ, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.77 લાખ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ રઘુનાથજી આર્કેડ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-11 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.રૂૂ.1.89 લાખ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ રઘુનાથજી આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં-206 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.રૂૂ.2.17 લાખ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ રઘુનાથજી આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં-207 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.રૂૂ. 99,486, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ રઘુનાથજી આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં-208 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.રૂૂ. 99,496, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ રઘુનાથજી આર્કેડ ફર્સ્ટ ફ્લોર શોપ નં-118 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.રૂૂ. 1.10 લાખ, પેડક રોડ પર આવેલ સિટી ગોલ્ડ પ્લાઝા ફર્સ્ટ ફોલર શોપ નં-101 ની નોટીસ સામે રીકવરી રૂૂ.84,000, પેડક રોડ પર આવેલ શિવ જવેલર્સ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.39 લાખ સંત કબીર રોડ પર આવેલ પારૂૂલ કોમ્પ્લેક્ષ 1-યુનિટ સીલ કરેલ હતું. મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે સંત કબીર રોડ પર આવેલ શ્રી હરી કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-2 સીલ કરેલ, સંત કબીર રોડ પર આવેલ શ્રી હરી કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-1ને સીલ કરેલ, સંત કબીર રોડ પર આવેલ શ્રી હરી કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-2 ને સીલ કરેલ, સંત કબીર રોડ પર આવેલ શ્રી હરી કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-3 ને સીલ કરેલ હતી.