દાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલ
વેરા વિભાગે 11 આસામીઓને જપ્તીની નોટિસ આપી રૂા.30.02 લાખની વસૂલાત કરી
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજાર, બાપુ નગર સહિતના કોમર્શીયલ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી 21 મિલ્કતો સીલ કરી 11 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 30.02 લાખની વસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા રેસકોર્ષ રોડ પર ગેલેક્સી સિનેમા સામે આર.એમ.સી શોપિંગ સેન્ટરમાં સંતોષ અલ્પાહાર ની સામે સીલ ની કાર્યવાહી કરતા ચેક આપેલ. કસ્તુરબા રોડ પર બહુમાળી ભવન કલીફ અપાર્ટમેન્ટમાં બી-વિંગમાં ફ્લેટનં-901,1001 ના 2-યુનીટ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.67,400 બજરંગવાડી વિસ્તારમાં શેરી નં-12 માં 1-યુનિટ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.83,260 સદરબજારમાં નુતન પ્રેસ નજીક સુપ્રીમ ટાવરમાં સેક્ધડ ફ્લોર ફ્લેટ નં-201 ની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.61,500 મોચીબજારમાં દાણાપીઠ મેઈન રોડ પર સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં શોપ નં-207,208,222,224,237 કુલ 5-યુનિટને સીલ મારેલ. માધાપર વિસ્તારમાં બી.આર.ટી.એસ. બસ સ્ટોપ નજીક શુભમ પાર્કમાં ઓમ શ્રેયકર વિદ્યાલય ને નોટીસ સામે રિકવરી કરતા ઙઉઈ ચેક આપેલ, પરાબજારમાં દ્વારકાધીશ ગોકળદાસ નજીક 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.3.32 લાખ, સોની બઝાર દરબારગઢ ચોક ઓર્નામેન્ટ આર્કેડ સેકંડ ફ્લોર પર 1-યુનીટ ની નોટીસ રિકવરી રૂૂ.61,688, લોહાણાપરા મેઈન રોડ બદરી મંજિલ નો ચેક રીટર્ન થતા રિકવરી રૂૂ.47,000, મોરબી રોડ જકાત નાકા ગાયત્રી ધામ પાસે આવેલ 1-યુનીટ ની નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, ગોંડલ રોડ જીમ્મી ટાવર ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-58 ની નોટીસ સામે રિકવરી રૂૂ.99,081, વાવડી વિસ્તારમાં તુલીપ પાર્ટીપ્લોટ નજીક શિવ એન્જીનીયરીંગ સામે સીલ ની કાર્યવાહી રતા રિકવરી રૂૂ.55,110, ગોંડલ રોડ પર વૈદવાડી વિસ્તારમાં 1-યુનિટની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.85,670, અમરનગરમાં આસોપાલવ સોસા માં શેરી નં-2 માં 1-યુનિટની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.95,700, ખીજડાવાળો રોડ પર યુનિવર્સલ સ્કુલ નજીક ચંદ્રનગરમાં રિદ્ધિ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.77,370, બાપુનગર જીલ્લા પંચાયત મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે સીલ ની કાર્યવાહી કરતા ચેક આપેલ હતો. આ કામગીરી નાયબ કમિશ્નરશ્રી સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.