આરોગ્યમાં 2000-પોલીસમાં 14820ની ભરતી કરાશે
જીપીએસસી દ્વારા જાહેરાત કરાઈ : 227 ફિઝિશિયન, 273 ગાયનેકોલોજિસ્ટ, 1506 જનરલ સર્જનની ખાલી જગ્યા ભરાશે
290 પીએસઆઈ, એસઆરપીએફમાં 3214, 7218 બિનહથિયારી અને 3010 હથિયારી જવાનની ભરતી થશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય વિભાગમાં વિવિધ જગ્યા પર 2000થી વધારે અને પોલીસ વિભાગમાં 2025માં 14820 જવાનોની ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં આજથી અરજી કરવાનો પ્રારંભ થયો છે. જીપીએસસીએ રાજ્યમાં આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરી છે, જેમાં 2000 કરતાં વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે. તબીબી અધિકારી વર્ગ 2ની 1506 જગ્યા સાથે જનરલ સર્જન અને ગાયનોકોલોજિસ્ટની જગ્યા પર પણ ભરતી કરવામાં આવશે.
આ સાથે જ રાજ્યમાં ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવશે તો ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા ઉપર ભરતી કરાશે. વીમા તબીબી અધિકારીની 147 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. ૠઙજઈ દ્વારા આ તમામ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર તમામ પોસ્ટ માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર ઓનલાઈન જ અરજી કરી શકશે. 21 નવેમ્બરે 2024 બપોરે 1 વાગ્યાથી 10 ડિસેમ્બર 2024 રાત્રે 11.59 સુધી ઓનલાઈન જ અરજીઓ કરી શકે છે. આ સાથે જ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેમ કે ઉંમર ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી કરવાની ફી, ઓનલાઈન અરજી કરવાની રીત અને ભરતીના નિયમો વેબસાઈટ પર જ વાંચી શકે છે. આ ભરતીમાં તબીબી અધિકારી, વીમા તબીબી અધિકારી (એલોપેથીક), બાયોકેમેસ્ટ્રીના ટ્યૂટર, કોમ્યુનિટી મેડીસીનના ટ્યૂટર, ફોરેન્સિક મેડીસીનના ટ્યૂટર, માઈક્રોબાયોલોજીના ટ્યૂટર, પેથોલોજીના ટ્યૂટર, ફીજીયોલોજીના ટ્યૂટર, એનેટોમીના ટ્યૂટર, કાર્માકોલોજીના ટ્યૂટર, જનરલ સર્જન, ફ્રિઝિશિયન, ગાયનેકોલા ેજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન, ડર્મેટોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ એનેસ્થેટીસ્ટ, કાર્ડિયોલોજી, મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી. સી.ટી.સર્જરી, કાર્ડિયોલોજી, ન્યૂરોસર્જરી, સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન અને રેડિયોલોજીસ્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, 126 વાયરલેસ પી.એસ.આઈ, 35 એમ.ટી. પી.એસ.આઈ, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 તિાર ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.