For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના 14 સહિત રાજ્યના 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ, પી.આઈ.ની થશે નિમણૂક

04:21 PM Jul 25, 2024 IST | Bhumika
રાજકોટના 14 સહિત રાજ્યના 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ  પી આઈ ની થશે નિમણૂક
Advertisement

પીએસઆઈની 300 અને એએસઆઈની 384 જગ્યા મંજૂર કરાઈ

રાજકોટ શહેરમાં 30 અને ગ્રામ્યમાં 10 નવા પીએસઆઈની ટૂંક સમયમાં નિમણૂક

Advertisement

ગુજરાતમાં વધતી જતી ગુનાખોરીને ધ્યાને લઈ ગુજરાત પોલીસનું મહેકમ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાઓના મુદ્દાઓની કામગીરી અને તપાસ સંચાલક માટે પોલીસ મહેકમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે (SHODH) Strengthening of Human Resources for Operations, Detection and Hndling of Law & Order Issuesયોજના અંતર્ગત વર્ષ 2024-25નાં બજેટમાં ગુજરાત પોલીસનું સંખ્યાબળ વધારવા માટે માંગેલી મંજુરી ઉપર મ્હોર લાગી છે. જેના કારણે હવે ગુજરાતભરમાં પોલીસ ખાતામાં વધુ મહેકમની ભરતી કરવામાં આવશે. જેમાં રાજકોટના 18 સહિત ગુજરાતભરનાં 200 જેટલા પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી આ પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે. તેમજ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખાલી પડેલી 300 બિન હથિયારી પીએસઆઈ તેમજ 280 એએસઆઈ અને 94 હથિયારી એએસઆઈની ભરતી કરવામાં આવશે. આમ ગુજરાતમાં કુલ 894 હંગામી જગ્યાઓ ઉભી કરવામાં આવશે જેના માટે રૂા.69.08 કરોડની રકમની વહીવટી મંજુરી ગૃહ વિભાગનાં ઠરાવ બાદ આપવામાં આવી છે.

આગામી ટૂંક સમયમાં જ ગૃહવિભાગ દ્વારા પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પીઆઈની નિમણૂંક આપવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શાપર વેરાવળ, ગોંડલ તાલુકા, જેતપુર ઉદ્યોગનગર, મેટોડા, ધોરાજી તાલુકા, જેતપુર તાલુકા, પડધરી, કોટડાસાંગાણી, લોધિકા, ભાયાવદર, જામકંડોરણા અને વિરપુર તેમજ પાટણવાવ પોલીસ મથકમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓમાં સુરેન્દ્રનગરના -11, મોરબીના-3, જામનગરના 8, દેવભૂમિ દ્વારકાના 2, જૂનાગઢના 7, ગીર સોમનાથના 4, પોરબંદરના 3, અમરેલીના 6, ભાવનગરના 8 અને બોટાદના 2 પોલીસ મથકને પીઆઈ કક્ષાના અપગ્રેડ કરી ત્યાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે.

ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લાઓમાં ખાલી પડેલી પીએસઆઈની 300 જગ્યા ઉપર ટૂંક સમયમાં જ પીએસઆઈની નિમણૂંક થશે જેમાં રાજકોટ સીટીમાં 30, રાજકોટ ગ્રામ્યમાં 10, સુરેન્દ્રનગરમાં 8, મોરબીમાં 5, જામનગરમાં 5, દેવભૂમિ દ્વારકા 3, જૂનાગડ 16, પોરબંદર 6, ગીર સોમનાથ 1 અને અમરેલીમાં 11 પીએસઆઈની નિમણૂંક કરવામાં આવશે. ઉપરાંત નવા 200 બિનહથિયારી એએસઆઈને ગુજરાતના અલગ અલગ પોલીસ મથકોમાં ફાળવવામાં આવ્યા છે. આ જગ્યાઓમાં રાજકોટ શહેરમાં 12, રાજકોટ ગ્રામ્યમાં 9, મોરબી 3, જૂનાગઢ 3, પોરબંદર 5, અમરેલી 7, ભાવનગર 13 બિનહથિયારી એએસઆઈ મુકવામાં આવશે. તેમજ 94 હથિયારી એએસઆઈની પણ નિમણૂંક થશે જેમાં રાજકોટ સિટીમાં 25 હથિયારી એએસઆઈની ફાળવણી કરવામાં આવશે. 280 બિનહથિયારી એએસઆઈ પૈકી હેડ કોન્સ્ટેબલ કક્ષાના 208 આઉટ પોસ્ટને એએસઆઈની પોસ્ટમાં અપગ્રેડ કરી 208 એએસઆઈની ફાળવણી કરવામાં આવશે.

જેમાં કુલ 32 બિન હથિયારી એએસઆઈને રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ ચાર કમિશ્નર રેટમાં ફાળવણી કરવામાં આવશે. 208 જેટલી હેડ કોન્સ્ટેબલ કક્ષાની આઉટ પોસ્ટને એએસઆઈ કક્ષાની આઉટ પોસ્ટમાં અપગ્રેડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની કુલ 9 આઉટ પોસ્ટમાં હવે એએસઆઈની નિમણૂંક થશે. જેમાં ગોંડલ તાલુકાના સુલતાનપુર, જામકંડોરણામાં વાવડી અને ચિત્રાવડ, આટકોટના મોટા દડવા અને સાણંથલી, જસદણના ભડલી, ભાયાવદરના ઢાંક, સુલતાનપુરના વાસાવડ, કોટડાસાંગાણીના રામોદ આઉટ પોસ્ટમાં હવે એએસઆઈની નિમણૂંક કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement