For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીમાં સરપંચ, ઉપસરપંચ સહિત 200 લોકો જોડાયા

12:48 PM Sep 08, 2025 IST | Bhumika
દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીમાં સરપંચ  ઉપસરપંચ સહિત 200 લોકો જોડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયપણે કામગીરી કરી રહી છે. ખંભાળિયા તાલુકો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીનું વતન હોવાના કારણે પાર્ટીની વિચારધારા અને જનહિતના કાર્યોથી પ્રભાવિત થઈને ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામના સરપંચ વિરાભાઈ કરમૂર (ઉર્ફે મુન્નાભાઈ) 200 થી વધુ લોકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે પાર્ટીનો ખેસ ધારણ કરી, વિધિવત રીતે આપમાં જોડાયા હતા.

Advertisement

આ તકે તેઓએ જણાવ્યું કે, આવનારા સમયમાં પાર્ટીની વિચારધારાને આગળ વધારવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ પ્રયત્નશીલ રહેશે. આ ઉપરાંત, ઠાકર શેરડી ગામના ઉપસરપંચ અરવિંદભાઈ કણઝારીયા પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ પ્રસંગે લાલપરડા અને ઠાકર શેરડી ગામમાં ઈસુદાનભાઈ ગઢવીની જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જનસભામાં ઈસુદાનભાઈ ગઢવીએ સરકારની પ્રજા વિરોધી નીતિઓ પર વિસ્તૃત ચર્ચા કરી. તેઓએ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને ખેડૂતોના પ્રશ્નો જેવા મુદ્દાઓ પર વિગતવાર વાત કરી અને આમ આદમી પાર્ટીના વિકલ્પને જનતા સમક્ષ રજૂ કર્યો હતો.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનહિતના કાર્યો અને પારદર્શી રાજકારણ માટે પ્રતિબદ્ધ છે. આ જોડાણથી પાર્ટીની તાકાતમાં વધારો થશે અને સ્થાનિક સ્તરે જનતાના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉઠાવી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતા

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement