ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

IPLની ફાઇનલમાંથી 200 મફતિયા ઝડપાયા

04:00 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અમદાવાદમાં ગઇકાલે રમાયેલ આઇપીએલની ફાઇનલ મેચમાંથી ટિકિટ વગર સ્ટેડિયમમાં ધુસી ગયેલા 200 જેટલા મફતીયાઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત આઇપીએલની ફાઇનલ મેચમાં ગઠીયાઓએ આતંક મચાવ્યો હોય તેમ પ્રેક્ષકોના 100થી વધુ મોબાઇલ પણ તફડાવી લીધાની ફરિયાદો મળતા પોલીસ ધંધે લાગી છે.

ગઈકાલે અમદાવાદમાંIPLની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL2025ની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં RCBએ 18 વર્ષ બાદ જીત મેળવી છે. ત્યારે લોકો દેશ- વિદેશથી મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. મેચ જોવા માટે દર્શકો એટલા ઉત્સુક હતા કે તમે મૂળ કિંમત કરતા વધારે કિંમતની ટીકિટ ખરીદી હતી. ત્યારે અમદાવાદમાં ફાઈનલ મેચમાં 200 દર્શકો ટિકિટ વગર ઝડપાયા હતા. ટિકિટ વગર સ્ટેડિયમમાં મેચ જોવા ઘૂસેલા દર્શકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભીડનો લાભ લઈ ટિકિટ વગર જ સ્ટેડિયમમાં પ્રવેશ લઈ લીધો હતો. જો કે ટિકિટ વગર ઝડપાયેલા તમામ લોકોને પોલીસે બહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે વીવીઆઈપી લોકો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.IPL સમાપન સમારોહમાં BCCI દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ BCCI સેનાના સન્માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો.

Tags :
gujaratgujarat newsIPLIPL final match
Advertisement
Next Article
Advertisement