200 કરોડની પઠાણી ઉઘરાણી, વધુ 24 મિલક્ત સીલ
મનપાના વેરા વિભાગ દ્વારા 10 આસામીઓને જપ્તીની નોટિસ આપી 3 નળ જોડાણ કાપ્યા
મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલક્ત વેરાની 200 કરોડની રિકવરી માટે સીલીંગ અને જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ગોંડલ રોડ, કુવાડવા રોડ, યાજ્ઞિક રોડ અને મવડી વિસ્તારમાં 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા 24 આસામીઓની મિલક્ત સીલ કરી. 10 મિલક્તધારકોને જપ્તીની નોટીસ ફટકારી. રણછોડનગરમાં ત્રણ મકાનના નળ જોડાણ કાપ્યા હતા.
વેરા વિભાગ દ્વારા લોહાણા પરામાં 1-યુનીટની નોટીસ સામે રીકવરી રૂૂ.9.20 લાખ. મોરખી રોડ પર આવેલ 1-યુનીટની નોટિસ સામે રીકવરી રૂૂ.2.01 લાખ. ખોડિયાર પરામાં ‘જગજીત ચેમ્બર્સ ’ ને સીલ મારેલ. કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ. કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટને સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.13લાખ. કુવાડવા રોડ પર આવેલ ‘ જય ગુરૂૂદેવ કોમ્પ્લેક્ષ’ શોપ નં-3 ને સીલ મારેલ. કુવાડવા રોડ પર આવેલ ‘ જય ગુરૂૂદેવ કોમ્પ્લેક્ષ’ શોપ નં-2 ને સીલ મારેલ 50 ફુટ રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ. પંચનાથ મેઇન રોડ પર આવેલ 7-યુનિટને સીલ મારેલ. રણછોડનગર માં આવેલ 1-નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂૂ.81,000/- રણછોડનગર માં આવેલ 1-નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂૂ.87,000/- રણછોડનગર માં આવેલ 1-નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂૂ.60,280/- ગોંડલ રોડ પર આવેલ ‘ પ્રમુખ સ્વામી આર્કેડ ’ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-12 સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.45 લાખ. ગોંડલ રોડ પર આવેલ ‘ પ્રમુખ સ્વામી આર્કેડ ’ સેક્ધડ ફલોર શોપ નં-1 ને સીલ મારેલ. યાજ્ઞિક રોડ પર આવેલ ‘ હેમા આર્કેડ ’ ઓફિસ નં-307 ને સીલ મારેલ. સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ. યાજ્ઞિક રોડ પર આવેલ ‘ તોપ્ઝ આર્કડ’ થર્ડ ફલોર ઓફિસ નં-2 ને સીલ મારેલ. સુભાષ રોડ પર આવેલ સિદ્ધિ વીનાયક કોમપ્લેક્ષ શોપ નં-304 અને 305 ને સીલ મારેલ હતું. વેરા વિભાગ દ્વારા મવડી પ્લોટમાં 1-યુનીટની નોટીસ સામે રીકવરી રૂૂ.87,514/- ગુંદાવાળીમાં 1-યુનીટની નોટીસ સામે રીકવરી રૂૂ.5.88 લાખ. કેવડાવાડીમાં 1-યુનીટની નોટીસ સામે રીકવરી રૂૂ.25,000/- કેનાલ રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.32 લાખ. કાંતાશ્રી વિકાસ ગૃહ રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ. ગોપાલ મેઇન રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે રીકવરી રૂૂ.35,586 કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક ના માર્ગદર્શન હેઠળ મેનેજર સેન્ટ્રલ ઝોન,વેસ્ટ ઝોન, ઇસ્ટ ઝોન તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.