ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં 100 કલાકમાં 200 બાંગ્લાદેશી ઝડપાયા

04:22 PM Jun 19, 2025 IST | Bhumika
Advertisement

આંતરિક સુરક્ષા માટે જોખમી બાંગ્લાદેશીઓને પરત મોકલવા તજવીજ

Advertisement

ગુજરાતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓના ગુનાહિત પ્રવૃત્તિની કુંડળી કાઢતી પોલીસ

રાજકોટ સહીત ગુજરાતમા ગેરકાયદેસર વસવાટ કરતા 200 થી વધુ બાંગ્લાદેશી નાગરીકોને 100 કલાકમા પોલીસે ઝડપી લઇ તેમને પરત મોકલવા તજવછજ હાથ ધરી છે રાજય પોલીસ વડા વિકાસ સહાયે આગામી દિવસો પણ પોલીસનુ ઓપરેશન શરૂ રહેશે તેમ જણાવ્યુ હતુ.

તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. તેના પગલે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરીને આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડ્યા હતા.

ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો આંતરિક સુરક્ષા માટે જોખમી બની શકે છે, સાથે જ તેઓ સ્થાનિક રોજગારી અને સામાજિક વ્યવસ્થા પર પણ નકારાત્મક અસર કરી શકે છે. આવા ઘૂસણખોરોને ઓળખીને તેમને પરત મોકલવા એ રાજ્યની સુરક્ષા અને નાગરિકોના હિત માટે કાર્યવાહી કરી હતી .
પોલીસ દ્વારા પકડાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી ભારતમાં તેમના વસવાટના હેતુઓ, તેમને મદદ કરનારા સ્થાનિકો કે નેટવર્ક, અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને તેમના દેશમાં ડિપોર્ટ (પરત મોકલવા) કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કરવામાં આવેલી આ કાર્યવાહી પ્રશંસનીય છે. તે રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે ભવિષ્યમા પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્ય ગેરકાયદેસર ઘૂસણખોરોથી મુક્ત બનશે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં પણ પોલીસે છેલ્લા 100 કલાકમાં અલગ અલગ શહેરોમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હતી. જેમાં રાજકોટના જેતપુર, મેટોડા અને શાપરમાં પોલીસે હાથ ધરેલા ઓપરેશન દરમિયાન ચેકીંગમાં ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 15 બાંગ્લાદેશી અને ત્રણ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા એસઓજી, એલસીબી અને જિલ્લાના તમામ પોલીસ મથકના સ્ટાફને બાંગ્લાદેશી ઘુસણખોરોનું ચેકિંગ કરવા સુચના આપી છે. જેને પગલે હજુ પણ ચેકીંગ ચાલુ છે.

Tags :
Bangladeshigujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement