ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજકોમાસોલના સભાસદોને 20 ટકા ડિવિડન્ડ: દિલીપ સંઘાણીની જાહેરાત

12:17 PM Aug 30, 2025 IST | Bhumika
Advertisement

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Advertisement

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, સૌને સાથે લઈને વિકાસ રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે.
ગુજકોમાસોલ આવી જ ટોચની સહકારી સંસ્થા છે અને ખેડૂતોને ખૂબ જ સરળતાથી, સમયસર અને વ્યાજબી ભાવે ખાતર, દવાઓ, બિયારણો મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઉભી થાય તેવો મૂળભૂત ઉદ્દેશ્ય આ સંસ્થાનો રહ્યો છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ગુજકોમાસોલની બહુવિધ પ્રવૃત્તિઓ અને નફાકારકતાની સિદ્ધિઓની પ્રશંસા કરતા તેમણે ગુજકોમાસોલ ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની રહ્યું છે તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા 11 વર્ષોમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં દેશમાં 29 વિવિધ ક્ષેત્રોમાં 8 લાખ જેટલી કો-ઓપરેટિવ્સના સુચારું વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે અનેક રિફોર્મ્સ થયા છે. નવી સહકાર નીતિ મુજબ સંસ્થાઓ કોમ્પ્યુટરાઈઝ્ડ અને અદ્યતન થઈ રહી છે. ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ 1500 એ.પી.એમ.સી.ને જોડવામાં આવી છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજકોમાસોલ છેવાડાના ખેડૂતો સુધી ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના વિતરણ ઉપરાંત ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદી સુપેરે પૂરી પાડવા માટેની સુદ્રઢ માળખાકીય સુવિધા ધરાવતી રાજ્યની અગ્રણી સહકારી સંસ્થા છે. ખેડૂતોની ઉન્નતિ માટે રાજ્ય સરકારના પ્રયાસોમાં ગુજકોમાસોલ હરહંમેશ સરકાર અને ખેડૂતોની પડખે રહી છે તેમણે કહ્યું હતું કે, વાર્ષિક રૂૂ. 10,000 કરોડથી વધુનું ટર્નઓવર અને સરકારના ધોરણો અનુસાર 20 ટકા જેટલું ઊંચું ડિવિડન્ડ આપીને આજે ગુજકોમાસોલ રાજ્યની એક મહત્વપૂર્ણ સહકારી સંસ્થા બની છે.

ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહકાર ક્ષેત્રના વિકાસ માટે લેવાયેલા વિવિધ પરિણામલક્ષી નિર્ણયોના પરિણામે આજે ગુજકોમાસોલ સંસ્થા સભાસદોને 20 ટકા સુધીનું ડિવિડન્ડ પૂરી પાડી રહી છે. એક સમયે ગુજકોમાસોલનો વાર્ષિક નફો માત્ર રૂૂ. 5 કરોડ હતો, આજે ગુજકોમાસોલ રૂૂ. 14 કરોડ જેટલો માતબર ઇન્કમટેક્સ ભરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં વન ડિસ્ટ્રીક્ટ, વન ક્રોપ અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન શ્રી બીપીનભાઇ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીને પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર જયેશ રાદડિયા, ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આશિષ દવે, ગુજકોમાસોલના વિવિધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત વિવિધ સહકારી સંસ્થાના આગેવાન-પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Dilip Sanghanidividendgujaratgujarat newsGUJCOMASOL
Advertisement
Next Article
Advertisement