ચોટીલા સરકારી કોલેજમાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં 20 કોલેજોએ ભાગ લીધો
ભાઈઓમાં બોસમિયા કોલેજ જેતપુર, બહેનોમાં વીરબાઇ માં રાજકોટ પ્રથમ વિજેતા
ચોટીલા ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટસ કોલેજ ચોટીલા દ્વારા સંચાલિત વેઇટ લિફ્ટિંગ ભાઈઓ-બહેનો સ્પર્ધા નું આયોજન તાજેતરમાં કરવામા આવેલ હતું જેમા સૌરાષ્ટ્રની 20 કોલેજોએ ભાગ લીધો હતો.
વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાઈઓમાં 08 અને બહેનોમાં 12 કોલેજ મળી જુદી જુદી 20 કોલેજોએ ભાગ લીધો હતો જેમા સ્પર્ધામાં 36 ભાઈઓ અને 51 બહેનો ટોટલ 87 ખેલાડીઓએ સ્પર્ધક તરીકે ભાગીદાર થયા હતા.
આ સ્પર્ધામાં ભાઈઓમાં જી.કે.સી. કે. બોસમીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જેતપુર-પ્રથમ, એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર -દ્વિતીય, જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ રાજકોટ-તૃતીય આવેલ હતી તેમજ બહેનોની સ્પર્ધામાં માતૃશ્રી વીરબાઈ માં મહિલા આર્ટસ કોલેજ રાજકોટ પ્રથમ, માતૃશ્રી વીરબાઈ માં મહિલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ રાજકોટ દ્વિતીય, શ્રીમતી કે. એસ. એન. કણસાગરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટ તૃતીય આવેલ હતી.
સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઇ રાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ વિદ્યાર્થીઓને ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.ઓબ્ઝર્વર તરીકે ડો.શૈલેષભાઇ બુટાણી તેમજ બોર્ડ ઓફ સ્પોર્ટ્સ ના મેમ્બર ડો.હાશમભાઈ ભાલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું સફળ સંચાલન ઈંચઅઈ કો-ઓર્ડીનેટર ડો.નિયતિબેન અંતાણી દ્વારા કરવામાં આવેલ હતું.
સમગ્ર સ્પર્ધા વિજેતા ટીમો અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને શિલ્ડ, મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તમામને ઉપસ્થિતોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
ચોટીલા કોલેજ ખાતે યોજાયેલ સ્પર્ધાને યજમાન કોલેજના આચાર્ય ડો.જયેશકુમાર યાગ્નિક ના માર્ગદર્શન નીચે ઇન્ચાર્જ આચાર્ય ડો.માલતીબેન પાંડે, શારીરિક શિક્ષણના અધ્યાપક ડો.સંદીપકુમાર વી વાળા અને કોલેજ પરિવાર અને એન.સી.સી કેડેટ, એન.એસ.એસ ના સ્વયંસેવક અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ હતી.