જામનગર, લાલપુર અને કાલાવડમાં બે મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓની અટકાયત
જામનગર શહેર લાલપુર અને કાલાવડ પંથકમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે ચાર સ્થળે દરોડા પાડ્યા હતા અને બે મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગારનો પ્રથમ દરોડો જામનગરમાં ઠેબા ચોકડી પાસે આવેલી એક વાડીમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા સાગર દયાળજીભાઈ નકુમ, લાલજીભાઈ બાબુભાઈ કછેટીયા, રોહિત હસમુખભાઈ કછેટીયા, રજનીકાંત જયંતીલાલ નકુમ અને જગદીશ નાનજીભાઈ કછેટીયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 12,100 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર નો બીજો દરોડો લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલી કાજલ બેન મનુભાઈ માલદી, ઉપરાંત દિવ્યરાજસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા, પંકજસિંહ નારૂૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ રઘુભા જાડેજા અને રણછોડભાઈ ગોરધનભાઈ પટેલની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 18,040 ની રોકડ રકમ કબજે કરી છે.
જુગાર અંગે નો ત્રીજો દરોડો કાલાવડ નજીક રણુજા રોડ ઉપર એક ધાર્મિક સ્થળ ની બાજુમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ગંજી પાના વડે જુગાર રમી મહેશ મનુભાઈ કપુરીયા સહિત 7 આરોપીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 12,850 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જુગાર અંગેનો ચોથો દરોડો જામનગર ના બેડેશ્વર નજીક ગરીબ નગરમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી શેરબાનુ લાખાભાઈ સંધિ તેમજ સલીમ કરીમભાઈ જેડા, ઓસમાન જાનમામદ સફિયા, અને રફીક સલીમભાઈ વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 4,250 ની રોકડ કબજે કરી છે.