For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, અન્ય 21ને સેવા પદક

04:11 PM Aug 14, 2025 IST | Bhumika
ગુજરાતના 2 ipsને રાષ્ટ્રપતિ ચંદ્રક  અન્ય 21ને સેવા પદક

વિશિષ્ટ સેવા બદલ બે IPS ઉપરાંત ઉમદા સેવા બદલ 2 IPS , 4 ડીવાયએસપી, 2 પીઆઇ, 2 પીએસઆઇ, 8 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની પસંદગી

Advertisement

ભારત સરકાર દ્વારા સ્વાતંત્ર્ય દિવસ 2025 નિમિત્તે રાષ્ટ્રપતિ ચંદ્રક અને સેવા પદકની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ગુજરાતના 4 આઈપીએસ સહીત 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના 2 આઈપીએસને વિશિષ્ઠ સેવા માટે જયારે અન્ય 21ને ઉમદા સેવા પદકની જાહેરાત કરવમાં આવી છે. જેમાં ઉમદા સેવા માટે 2 આઈપીએસ, 4 ડીવાયએસપી, 2 પી.આઈ, 2 પીએસઆઈ, 8 એએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એ ભારતનો એક ઉચ્ચ સ્તરીય નાગરિક સન્માન છે, જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશિષ્ટ સેવા (Distinguished Service) અથવા પ્રશંસનીય સેવા (Meritorious Service) માટે આપવામાં આવે છે. આ એવોર્ડ દેશની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અધિકારીઓના ઉત્કૃષ્ટ યોગદાનને બિરદાવે છે. ગુનાખોરી નિયંત્રણ, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગુનાઓની તપાસ, આતંકવાદ વિરોધી કામગીરી, અને જનસેવામાં નોંધપાત્ર યોગદાન ગુજરાત પોલીસના 23 અધિકારીઓએ આ વર્ષે એવોર્ડ હાંસલ કરીને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પિયુષ પટેલ ગુજરાતના એક વરિષ્ઠ પોલીસ અધિકારી છે. જેમણે ગંભીર ગુનાઓની તપાસમાં મહત્વની ભુમિકાઓ ભજવી છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારી સરદ સિંઘલે સાઈબર ક્રાઈમ અને ડીઝીટલ કેસમાં તપાસમાં ઉતકૃષ્ટ કામગીરી કરી છે.

Advertisement

જ્યારે ડિવાયએસપી મહાવીરસિંહ વાઘેલા કે જેઓ અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અને ત્યાર બાદ તેઓ વડોદરા ડીવાયએસપી તરીકે ફરજ બજાવી છે. તેમણે પોતાના ફરજકાળ દરમિયાન અનેક મોટા ગુનાઓના ભેદ ઉકેલી પ્રસંસનિય કામગીરી કરી છે. સામાન્ય રીતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટ પૂર્વે રાષ્ટ્રપતિ ચંદ્રક અને વિશિષ્ટ સેવા પદકની જાહેરાત થાય છે. આ વર્ષે ગુજરાતના 23 અધિકારીઓએ આ એવોર્ડ મેળવી ગુજરાતનું નામ રોષન કર્યુ છે.

વિશિષ્ટ અને ઉમદા સેવા માટે એવોર્ડ મેળવનાર ગુજરાતના 23 જાંબાઝ અધિકારીઓ

1 પિયુષ પટેલ, ડાયરેકટ એસીબી
2 મુકેશ સોલંકી, એસ.પી.
3 શરદ જિતેન્દ્રપ્રકાશ સિંઘલ, ડીઆઈજી
4 ખુમાનસિંહ નાનાભાઈ ડામોર, ડીઆઈજી
5 રાકેશ પ્રવિણકુમાર બારોટ, ડીવાયએસપી
6 બાબુભાઈ લીલાભાઈ દેસાઈ, ડીવાયએસપી
7 મહાવીરસિંહ વાઘેલા, ડીવાયએસપી
8 ભૂપેન્દ્રકુમાર નટવરલાલ દવે, ડીવાયએસપી
9 કમલેશ અરુણ પાટીલ, એએસઆઈ
10 મિલિંદ બાલકૃષ્ણ સુર્વે, પી.આઈ.
11 અનિલકુમાર ગામીત, એએસઆઈ
12 પરેશકુમાર ધીરજલાલ પટેલ, એએસઆઈ
13 લલિતકુમાર પુનમચંદ જોષી, પીઆઈ
14 રાકેશસિંહ ભદોરીયા, હેડ કોન્સ્ટેબલ
15 રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, એએસઆઈ
16 સહદેવભાઈ દેસાઈ, એએસઆઈ
17 વિનોદકુમાર નામદેવ વડલે, એએસઆઈ
18 વિક્રમસિંહ જાડેજા- હેડ કોન્સ્ટેબલ
19 વિષ્ણુસિંહ જાડેજા- પીએસઆઇ
20 પંકજસિંહ રાણા- પીએસઆઇ
21 વિરેન્દ્રસિંહ ચાવડા- એએસઆઇ
22 રમેશકુમાર ત્રિપાઠી- કોન્સ્ટેબલ
23 બકુલ પરમાર- એએસઆઇ

Advertisement
Tags :
Advertisement
Advertisement