રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

2॥ ઈંચ વરસાદે તંત્રની પોલ ખોલી, શહેર પાણી પાણી

05:36 PM Jul 17, 2024 IST | admin
Advertisement

યુનિ. રોડ, જલારામ સોસાયટી, બાપા સિતારામ ચોક, ગંગોત્રી પાર્ક, ન્યુ. ગાંધી સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા

Advertisement

રાજકોટ શહેરમાં અસહ્ય બફારા બાદ સાંજે છ વાગ્યાથી ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. બે કલાક ભારે પવન સાથે 2॥ ઈંચ વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઠંડકની સાતો સાથ શહેરમાં અનેક સ્થળે વરસાદી પાણી ભરાવાની ફરિયાદો ઉઠવા પામી હતી. 6 વાગ્યાતી વરસાદ દેધનાધન શરૂ થતાં એક કલાકમાં જ 1॥ ઈંચ જેટલું પાણી વરસી જતાં યુનિવર્સિટી રોડ, જલારામ સોસાયટી, બાપાસીતારામ ચોક, ગંગોત્રીપાર્ક, ન્યુ ગાંદી સોસાયટી સહિતના વિસ્તારોના ઘરોમાં પાણી ગુસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને સીવીક સેન્ટરમાં પાણી ભરાવાની સેંકડો ફરિયાદો નોંધાઈ હતી.

રાજકોટ શહેરમાં અસહ્ય બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને જેના કારણે રાજકોટ વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો પોતાના બાળકો સાથે વરસાદમાં નાહવાની મજા માણતા રસ્તા પર જોવા મળ્યા હતા. તો યુવાનો અને યુવતીઓ પણ વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા. ગઈ કાલે સૌથી વધુ વરસાદ વેસ્ટઝોન વિસ્તારમાં નોંધાયો હતો.

ગઈકાલે મહાનગરપાલિકાએ જારી કરેલ આંકડા મુજબ સેન્ટ્રલજોનમાં 52 મીમી, વેસ્ટઝોનમાં 66 મીમી, ઈસ્ટઝોનમાં 32 મીમી વરસાદ નોંધાતા મૌસમનો કુલ વરસાદ 765 મીમી એટલે કે 10.25 ઈંચ વરસી ગયો છે. જેની સામે કલેક્ટર વિભાગમાં ટોટલ વરસાદ ગઈકાલનો 51 મીમી અને હવામાન વિભાગમાં નોંધાયા મુજબ કુલ વરસાદ ગઈકાલનો 60 મીમી નોંધાયો છે. રાજકોટમાં ગઈકાલે બે કલાકભમાં 2॥ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીના પોલ ખુલ્લી પડી હતી. વરસાદના પગલે રોડ ઉપર નદીઓ વહેતી જોવા મળી હતી. રાબેતા મુજબ રીંગ રોડ તેમજ અમુક સર્કલો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જ્યારે અંડરબ્રીજમાં પાણીનો પ્રવાહ વધી જતાં અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. તેવી જ રીતે પ્રથમ વખત વરસેલા 2॥ ઈંચ વરસાદે અનેક લોકોને ચાલુ વરસાદે પરસેવો વાળી દીધો હતો. રાત્રીના આઠ વાગ્યા સુધી વરસાદ આવ્યા બાદ સવાર સુધી એક ઝાપટું પણ પડ્યું ન હતું. છતાં હવામાન વિભાગની આગાહીના પગલે આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે.

Tags :
gujaratgujarat newsheavyrainrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement