PMJAY યોજનામાં ગેરરીતિ આચરનાર 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને નોટિસ અપાઇ
ગુજરાતના આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન કેટલીક હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે ખુલાસો થયો હતો. જે પછી ગોધરા, ભરૂૂચ, દાહોદ અને પંચમહાલમાં આવેલી કેટલીક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. ગોધરાની દીપ ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર હોસ્પિટલ અને ભરૂૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે દાહોદની મા ચિલ્ડ્રન અને નીઓનલ કેર અને પંચમહાલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ભરૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલમાં PICU અને NICU માટે જરૂૂરી માપદંડો પૂર્ણ ન હોવાથી, MBBS ડોક્ટર્સ સરપ્રાઈઝ ચેકિંગ વખતે હાજર ન હતા. હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી, લાભાર્થીઓ માટે યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત ન હતું અને ઈન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન પણ થતું નહોતું. આ તમામ ગેરરીતિઓને કારણે હોસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરાયું.
દાહોદની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર હોસ્પિટલમાં લાભાર્થીઓ માટે યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત ન હતું, જેને ધ્યાનમાં લેતા હોસ્પિટલને શો-કોઝ નોટિસ આપી આપવામાં આવી છે. તેમજ પંચમહાલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલમાં NICUમાં એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી. હોસ્પિટલ સીસીટીવી ફૂટેજ પ્રદાન કરવામાં નિષ્ફળ રહી અને લાભાર્થીઓ માટે માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત ન હતું. આ ખામીઓ સામે શો-કોઝ નોટિસ આપવામાં આવી.
