ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં ક્રિકેટ સટ્ટો ખેલતા 2 ઝડપાયા

11:34 AM Jul 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે શેરીના ખૂણા ઉપર આવેલ અમુલ પાર્લરના ઓટલા ઉપર જાહેર રોડ પર હાલમાં ચાલી રહેલ તામીલનાડુ પ્રીમિયર લીગ 2024 ની ડીન્ડીગુલ ડ્રેગન્સ તથા લાયકા કોવાય કીંગ્સના ક્રિકેટ મેચ પર રૂૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં અનેક વખત જાહેર રસ્તાઓ પરથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપાઈ છે ત્યારે મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે શેરીના ખૂણા ઉપર આવેલ અમુલ પાર્લરના ઓટલા ઉપર જાહેર રોડ પર આરોપી કાસમભાઈ મામદભાઈ દલ (ઉ.વ.50) રહે. વજેપર શેરી નં -05 રામજી મંદિરની સામેની શેરી મોરબીવાળાએ પોતાની પાસે રહેલ મોબાઈલ ફોનમાં બયબિંડ્ઢ 247.ભજ્ઞળ નામની આ.ડી.મા અન્ય ગ્રાહકો સાથે ફોન ઉપર હારજીતના રન ફેરના સોદા કરી જે સોદા આરોપી જયેન્દ્રસિંહ નવુભા ઝાલા (ઉ.વ.49) રહે. નાયરા પેટ્રોલપંપ પાછળ ભક્તિનગર સર્કલ પાસે ઉમીયા આશ્રમની બાજુમાં મોરબીવાળા પાસે એક કાગળમાં લખાવી હાલમાં ચાલી રહેલ તામીલનાડુ પ્રીમિયર લીગ 2024 ની ડીન્ડીગુલ ડ્રેગન્સ તથા લાયકા કોવાય કીંગ્સના ક્રિકેટ મેચ ઉપર રનફેર, સેશન ઓવર તથા ટીમની હારજીત ઉપર સોદા લગાડી રૂૂપીયાની હારજીતનો જુગાર રમતા બે ઈસમો કાસમભાઈ મામદભાઈ દલ (ઉ.વ.50) રહે.

વજેપર શેરી નં -05 રામજી મંદિરની સામેની શેરી મોરબી તથા જયેન્દ્રસિંહ નવુભા ઝાલા (ઉ.વ.49) રહે. નાયરા પેટ્રોલપંપ પાછળ ભક્તિનગર સર્કલ પાસે ઉમીયા આશ્રમની બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ રૂૂ.2250 તથા મોબાઇલ ફોન નંગ -03 કિં રૂૂ. 15,000 મળી કુલ કિં રૂૂ. 17250 ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
cricket bettinggujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement