SOUની 2.50 લાખ પ્રવાસીએ મુલાકાત લીધી
એક જ મહિનામાં રેકોર્ડ બ્રેક સહેલાણીઓ ઊમટ્યા
રાજપીપળાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) - એ આ ઉનાળાની રજાઓમાં પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ કેન્દ્ર બની છે. ઊંચા તાપમાન છતાં પ્રવાસીઓના ઉમટેલા ટોળાં જોઈને સ્પષ્ટ થાય છે કે સરદાર પટેલની આ મહાપ્રતિમા આજે એક વૈશ્વિક પ્રવાસન હબ બની છે.
ગત એક મહિના દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 2.50 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા, જે ગયા વર્ષે સમાન અવધિ કરતા લગભગ 1 લાખ વધુ છે. આ આંકડો એ દર્શાવે છે કે હાલની વેકેશન સીઝનમાં લોકોમાં દેશના આ પ્રખ્યાત પ્રવાસન સ્થળની મુલાકાત લેવાનો જુસ્સો ભારે છે. વિશેષ જણાવવું રહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન 2018માં થયું ત્યારથી અત્યાર સુધીમાં મોટા પાયે 2.75 કરોડથી વધુ લોકો અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે. વેકેશનના છેલ્લા શનિવાર-રવિવારે તો હજારો પ્રવાસીઓ ઉમટયા હતા..