બેંક ખાતામાંથી 2.31 લાખ બારોબાર ઉપાડી 1.48 લાખની લોન લઇ લીધી
- SBIના ખાતેદાર સાથે નવતર ફ્રોડ, કેનેરા બેંકના ખાતાધારક સામે ફરિયાદ
રૂખડીયા કોલોનીમાં રહેતા આધેડના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા રૂૂ.2.31 લાખ બારોબાર ઉપાડી લઇ અને તેમના એફડી એકાઉન્ટમાંથી ઓનલાઇન લોન લઇ કુલ રૂૂ.3.80 લાખની રકમનું ઓનલાઇન ફ્રોડ થયા અંગેની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.વધુ વિગતો મુજબ,રાજકોટમાં રૂૂખડિયા કોલોની વાયરલેસ સ્ટેશનની સામે રાજીવનગરમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર રણજીતભાઈ પુનાભાઈ જાખેલીયા(ઉ.વ 46) દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેનેરા બેન્કના રાહુલ બેનર્જી નામના ખાતાધારકનું નામ આપ્યું છે.
આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓને એસબીઆઇ બેંક જવાહર રોડ સિવિલ ચોકની શાખામાં બેન્ક એકાઉન્ટ આવેલું છે.ગત તારીખ 22/7ના તેઓ એટીએમએ પૈસા ઉપાડવા માટે ગયા હતા.પરંતુ પૈસા નહીં ઉપડતા બેંક ખાતે જઇ રૂૂબરૂૂ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી ઓનલાઈન રૂ.2.30 લાખ અને રૂૂપિયા 1,990 ઉપડી ગયા છે.જેથી તેમણે બેંકમાં જણાવ્યું હતું કે, હું ઓનલાઇન સર્વિસનો ઉપયોગ જ કરતો નથી જેથી મારા રૂૂપિયા મને આપો અથવા મારી ફરિયાદ નોંધી લો પરંતુ બેંકમાંથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો બાદમાં તેમણે સાઇબર ક્રાઇમમાં ફોન કરી ફરિયાદ કરી હતી.
બે-ત્રણ દિવસ બાદ રૂૂપિયાની જરૂૂર હોય તેમણે પોતાના એફ.ડી એકાઉન્ટમાં રહેલા પૈસા ઉપાડવા બેંક ખાતે જતા જાણવા મળ્યું હતું કે,એફ.ડી એકાઉન્ટમાંથી ઓનલાઈન ઓડી લોન એકાઉન્ટ બન્યું છે અને રૂૂ.64,000 ઉપાડી લેવામાં આવ્યા છે.તેમજ ઓનલાઇન ઓડી લોનમાંથી 25,000 અને 45,500 પણ ઉપાડી લેવામાં આવ્યા છે જે બાબત બેંકને જણાવતા ફરી ફરિયાદ કરવાનું કહ્યું હતું.જેથી તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજ દિન સુધી તેમના ઓનલાઈન ઓડી એકાઉન્ટમાંથી 70,603 અને ઓડી લોન એકાઉન્ટમાંથી 77,924 બાકી બોલે છે અને સેવિંગ એકાઉન્ટમાંથી રૂૂ. 2,31,990 ઓનલાઇન ઉપડી ગયા છે.આમ કુલ 3,80,517 નું તેમની સાથે ઓનલાઇન ફ્રોડ થયું હોય તેમણે આ ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ દિપક પંડિતે ગુનો નોંધતા પીઆઈ કે.જે.મકવાણા તપાસ ચલાવી રહ્યા છે.