ગિફટ સિટીમાં એક વર્ષમાં 19915 લી. બિયર અને 3324 લી. દારૂનું વેંચાણ
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. સામાન્ય વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગની પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ સિવાય રમત ગમત, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, જેલ વિભાગોની પ્રશ્નોતરી થઇ હતી. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતા બાબતોની માંગણીઓ પર ચર્ચા તેમજ જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટથી સરકારને કેટલી આવક થઇ તે અંગે ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટથી સરકારને એક વર્ષમાં 94.19 લાખની આવક થઇ છે. છેલ્લા એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 19915 લિટર બિયરનું વેચાણ થયું છે. એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 3324 લિટર દારુ વેચાયો છે. આ સાથે જ સરકારે ગૃહમાં જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ધ ગ્રાન્ટ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂૂ પીરસવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.ગુજરાતમાં સરકારે ડિસેમ્બર 2023માં ગાંધીનગરમાં આવેલા ગિફટ સિટીમાં દારૂૂબંધીના નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય મુજબ, ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓને ‘વાઈન એન્ડ ડાઈન’સુવિધા હેઠળ દારૂૂનું સેવન કરવાની મંજૂરી આપવામાં આવી છે.