ચોટીલાના રહેણાંક મકાનમાંથી 191 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો
ચોટીલા શહેર અને તાલુકાનાં વિસ્તારમાં દેશી ઇગ્લીશ દારૂૂ ના વેચાણનું પ્રમાણ વધી રહેલ છે ત્યારે દિવાળી તહેવાર ઉપર જ શહેરના સોસાયટી વિસ્તારમાં અઢી લાખ થી વધુનો ઇગ્લીશ દારૂૂ પકડતાં બુટલેગરો માં ચર્ચા નો વિષય બનેલ છે.
રાજ્યનાં પવિત્ર યાત્રાધામમાં જેની ગણનાં થાય છે. તેવા ચોટીલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલા યોગી નગર સોસાયટીમાં જિલ્લા એલસીબી, પેટ્રોલ ફ્લો સ્કવોડ સહિતની ટીમે ચોક્કસ બાતમીના આધારે કુલરાજભાઇ શાંતુભાઈ માલા ના રહેણાંક મકાનમાં દરોડો પાડેલ હતો દરોડા દરમ્યાન પોલીસને ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ-191, રૂૂ.2,66,200/- નો મુદામાલ મળી આવેલ હતી પરંતું આરોપી હાજર નહીં મળતા તેના વિરૂૂધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના દરોડામાં પોલીસના હાથે મુદ્દામાલ ઝડપાય છે પરંતુ આરોપીઓ હાથ લાગતા નથી ત્યારે જિલ્લામાં નવા આવેલ પોલીસ વડાએ આપેલ સુચના બાદ બ્રાન્ચો અને પોલિસ અધિકારીઓમાં અલગ એલર્ટ જોવા મળી રહેલ છે ત્યારે ચોટીલામાં એક બે સ્થળોએ ઇગ્લીશના સ્ટેન્ડ ચાલતા હોવાનું તેમજ નાના કિશોર યુવા વય ના ડીલેવરી બોય દ્વારા બુટલેગરોનું નેટવર્ક હોવાનું તેમજ જુના બસ સ્ટેન્ડ પાછળ, મફતિયાપરા, થાનરોડ આસપાસ, રેફરલ પાછળ સહિતના અનેક સ્થળોએ ગે. કા. દેશી દારૂૂનો વેપલો પણ છેડે ચોક ચાલતો હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે.
