રૂડાની મુખ્યમંત્રી આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરતા 19 ક્વાર્ટર સીલ
રૂડા દ્વારા અનેક સ્થળે આવાસ યોજના બનાવવામાં આવી છે. અને લાભાર્થીઓને આવાસ ફાળવાયા છે. નિયમ મુજબ લાભાર્થીઓએ મેન્ટેનન્સ તેમજ દસ્તાવેજ બનાવવા સહિતની કાર્યવાહી નિયત સમયે કરવાની હોય છે. પરંતુ ઘણા સમયથી રૂડાની અનેક આવાસ યોજનાના લાભાર્થીઓને સુચના આપવા છતાં દસ્તાવેજ અને ભાડા કરાર માટે ન આવતા આજે ફરી વખત રૂડા આવાસ યોજના વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજનામાં વધુ 19 આવાસ સીલ કરી અગાઉ સીલ થયેલ આદર્શ અને હાઉસીંગ કો ઓપરેટીવ સોસાયટીના 15 આવાસ ધારકોને કબ્જો પરત લેવા માટેની નોટીસ ફટકારી છે.
રાજકોટ શહેરી વિકાસસત્તામંડળ દ્રારાપ્રધાનમંત્રી આવાસ યોજના / મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગતપરિશ્રમ અને આદિત્ય-79 હાઉસિંગ કો.ઓપરેટીવ સર્વિસ સોસાયટી ખાતે આવાસધારકો દ્રારા આવાસના દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ ન હોય તેવા 19 લાભાર્થીઓના આવાસોને રૂૂડા દ્રારા સીલ મારી આવાસનો કબજો પરત લેવામા આવેલ છે. તેમજ આદર્શ અને શ્રી હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટીના 15 આવાસધારકોને કબજો પરત લેવા માટેની નોટીસ પાઠવેલ છે. તેવી જ રીતે આગામી દિવસોમાં બાકી રહી ગયેલા દસ્તાવેજ વગરના આવાસો સીલ કરવાની કામગીરી હાથ ધરાશે અને અગાઉ સીલ થયા બાદ લાભાર્થીઓ દ્વારા જવાબ આપવામાં ન આવ્યો હોય તેમના આવાસનો કબ્જો લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ રૂડા આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળેલ છે.